Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટ એ કેન્દ્ર સરકારને કોરોનામાં કામ કરતા ડોક્ટરોને રજા આપવા અંગે વિચારવા જણાવ્યું

Social Share

દિલ્હીઃ-છેલ્લા ઘણા મહિનાઓથી દેશમાં અને વિશ્વમાં કોરોનાની મહામારી વર્તાઈ રહી છે, ત્યારે સતત ડોક્ટરો પણ કેચલાક મહિનાઓથી કોરોનાના દર્દીઓની સારવારમાંમ લાગ્યા છે, ત્યારે ડોક્ટરોને લઈને સુપ્રીમ કોર્ટએ ચિંતા વ્યક્ત કરી છે.

આજ રોજ સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર સરકારને કહ્યું કે, કોરોના મહામારીને કારણે સતત ડયુટી કરી રહેલા ડોક્ટરોને રજા આપવા પર વિચાર  કરવો જોઈએ, કોર્ટએ ડોક્ટરો અંગે ચિંતા વ્યરક્ત કરતા કહ્યું કે, સતત કામ કરવાને કારણે ડોક્ટરોના સ્વાસ્થ્ય પર માનસિક અસર થઈ શકે છે જેથી કરીને તેઓને પણ રજા આપવા બાબતે વિચાર કરવા જોઈએ.

ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ આર એસ રેડ્ડી અને ન્યાયમૂર્તિ એમ આર શાહની બનેલી ખંડપીઠ કોરોનાના દર્દીઓની યોગ્ય સારવાર અને હોસ્પિટલોમાં મૃતદેહોની યોગ્ય જાળવણી સાથે જોડાયેલા કેસની સુનાવણી કરતા વખતે આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો.

આ કેસમાં સુપ્રીમ કોર્ટે તુષાર મહેતાને ડોકેટરોને રજા આપવા અંગે વિચારણા કરવા જણાવ્યું હતું. મહેતાએ સુપ્રીમ કોર્ટને હવે ખાતરી આપી હતી કે, સરકાર કોરોનાની ડયુટીમાં લાગેલા ડોક્ટરોને કેટલાક ચોક્કસ સમય સુધી રજા આપવાની બાબત પર વિચાર કરશે.

આ સાથે જ કોર્ટએ કહ્યું હતું કે, છેલ્લા સાતથી  આઠ મહિનાઓમાં કોરોનામાં કામ કરી રહેલા ડોક્ટરોને કોઇ રજા આપવામાં આવી નથી, તેઓ સતત કામ કરી રહ્યા છે,ત્યારે હવે કેન્દ્ર દ્રારા ડોક્ટોરની રજા અંગે વિચાર કરવામાં આવે તે ખુબ જરુરી છે, કારણ કે, વધુ કામ કરવાથી અને સતત કામ કરવાથી ડોક્ટરના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે.

સાહિન-