Site icon Revoi.in

સેના હવે ચીન સામે પારંપારિક હથિયારથી કરશે સામનોઃ સેનામાં ત્રિશુલ અને વ્રજ જેવા હથિયારો થશે સામેલ

Social Share

 

દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓને અનેક મોરચે મજબૂત બનાવવા માટે દેશની સરકાર સતત ખડેપગે છે, અથાગ પ્રયત્નોથી દેશની સેનાની દરેક જરુરિયાતો દેશમાં જ પુરી પડી રહે તે હેતુસર આત્મનિર્ભર ભારત હેઠળ અનેક ઉત્પાદનો ભારતમાં થનાર છે, ત્યારે હવે સેનામાં પારંપારિક હથિયાર ત્રિશુલ અને વ્રજને પણ સમાવેશ કરવાની કવાયત હાથ ઘરવામાં આવી છે.

ગલવાન ઘાટીમાં સંઘર્ષ દરમિયાન, ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો પર તીક્ષ્ણ વાયર સળિયા અને ઇલેક્ટ્રિક શોક ગનનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ વાસ્તવિક નિયંત્રણ રેખા પર હિંસક અથડામણની સ્થિતિમાં, ભારતીય સુરક્ષા દળો ત્રિશૂલ, વ્રજ જેવા પરંપરાગત હથિયારો સાથે ચીની સેનાના આ હથિયારોનો સામનો કરી શકશે.

ગલવાન ખીણમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેના સંઘર્ષ પછી, નોઈડા સ્થિત સ્ટાર્ટઅપ ફર્મ એપેસ્ટ્રોન પ્રાઈવેટ લિમિટેડે આ બિન-ઘાતક હથિયાર તૈયાર કર્યા છે. સુરક્ષા દળો વતી, તેમને ચીની સૈન્યના હથિયારો સાથે વ્યવહાર કરવા સક્ષમ સાધનો પૂરા પાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. કંપનીના મુખ્ય ટેકનોલોજી અધિકારી એ આપેલી માહિતી પ્રમાણે જ્યારે ચીનના સૈનિકોએ ગલવાનમાં વાયરન અને ટેઝરનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ ભારતે બિન-ઘાતક સાધનો મંગાવ્યા.

કંપનીના અધિકારીએ આ મામલે જણઆવ્યું હતું કે અને ભારતીય સુરક્ષા દળો માટે અમારા પરંપરાગત હથિયારોથી પ્રેરિત બિન-ઘાતક હથિયારો તૈયાર કર્યા છે. તેમણે કહ્યું કે અમે મેટલ સળિયાથી બનેલું ધારદાર ટેઝર બનાવ્યું છે. વ્રજ નામથી તૈયાર કરાયેલ, આ ટેઝરનો ઉપયોગ દુશ્મન સૈનિકો સામેથી હુમલો કરવા અને તેમના બુલેટ પ્રૂફ વાહનોને પંચર કરવા માટે પણ કરી શકાય છે. ટેઝર સામ-સામે લડાઈ દરમિયાન દુશ્મન સૈનિકોને બિનઅસરકારક બનાવી શકે છે.

Exit mobile version