Site icon Revoi.in

વેતનને લઈને કેન્દ્ર સરકાર જલ્દી લાગુ કરી શકે છે આ ચાર નિયમ

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કહ્યું હતું કે ફ્લેક્સીબલ કામના સ્થળો અને ફ્લેક્સીબલ કામના કલાકો એ ભવિષ્યની જરૂરિયાત છે. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમામ રાજ્યો એક સાથે નવો લેબર કોડ લાગુ કરે.

નવા વેતન કોડના અમલીકરણ પછી, ટેક હોમ સેલેરી એટલે કે હાથમાં પગાર તમારા ખાતામાં પહેલા કરતા ઓછો હશે. સરકારે નવા નિયમમાં જોગવાઈ કરી છે કે કોઈપણ કર્મચારીનો મૂળ પગાર તેના કુલ પગાર (CTC)ના 50 ટકા કે તેથી વધુ હોવો જોઈએ. જો તમારો બેઝિક પગાર વધારે છે, તો પીએફની રકમ વધશે. સરકારની આ જોગવાઈથી કર્મચારીઓને નિવૃત્તિ સમયે તગડી રકમ મળશે. આ સાથે ગ્રેચ્યુટીના પૈસા પણ વધુ મળશે. આ તેમના ભવિષ્યને આર્થિક રીતે મજબૂત બનાવશે.

કેન્દ્રીય શ્રમ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે તાજેતરમાં જણાવ્યું હતું કે અમે જૂના કાયદાઓને તર્કસંગત બનાવ્યા છે અને પુરુષો અને સ્ત્રીઓ બંને માટે વ્યાજબી વેતન સુનિશ્ચિત કરવા વ્યવસાયિક સલામતી અને વેતનના ધોરણોને ધ્યાનમાં લીધા છે.

આ કોન્સેપ્ટ લોકોના અંગત જીવન અને કામ વચ્ચે સંતુલન લાવવા માટે લાવવામાં આવી રહ્યો છે. ચાર નવા કોડ નવા લેબર કોડ વેતન, સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધો અને વ્યવસાયિક સલામતી સાથે સંબંધિત છે.

દેશમાં નવો લેબર કોડ ક્યારે લાગુ થશે? આ અંગે હજુ કંઈ સ્પષ્ટ નથી. પરંતુ તેનો અમલ થશે તે નિશ્ચિત છે. નવા કોડના અમલ પછી, વીકલી ઑફની સાથે પગારદાર લોકોના પગારમાં ફેરફાર થશે. કંપનીઓએ તેમની કાર્યકારી વ્યૂહરચના બદલવી પડી શકે છે.

નવા લેબર કોડના અમલીકરણ પછી પરિવર્તન વિશે સૌથી વધુ ચર્ચા ત્રણ દિવસની રજાને લઈને છે. નવા લેબર કોડમાં ત્રણ રજાઓ અને ચાર દિવસ કામની જોગવાઈ છે. જો કે કામકાજના કલાકો વધશે. નવા લેબર કોડના અમલ પછી તમારે ઓફિસમાં 12 કલાક કામ કરવું પડશે. કુલ મળીને તમારે અઠવાડિયામાં 48 કલાક કામ કરવું પડશે. આ પછી તમને અઠવાડિયામાં ત્રણ દિવસની રજા મળશે.