Site icon Revoi.in

કેન્દ્ર સરકારે અગ્નિવીર માટે 10 ટકા અનામતની કરી જાહેરાત, ચાર વર્ષની સેવા બાદ સેનામાં ભરતી 

Social Share

દિલ્હીઃ- કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજના વિકસાવ્યા બાદ હવે અનામતની જાહેરાત કરી છે, જાણકારી પ્રમાણે કેન્દ્ર એ એક મહત્વપૂર્ણ પગલામાં, કેન્દ્ર સરકારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ માં ખાલી જગ્યાઓમાં ભૂતપૂર્વ અગ્નિવરો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી છે અને ઉચ્ચ વય-મર્યાદાના માપદંડોને પણ હળવા કર્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક સૂચના દ્વારા આ જાહેરાત કરી છે, જે 6 માર્ચ, 2023ની તારીખથી જારી કરવામાં આવી છે. આનો અમલ કરવા માટે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બોર્ડર સિક્યોરિટી ફોર્સ, જનરલ ડ્યુટી કેડર ભરતી નિયમો, 2015માં સુધારો કર્યો છે, જે ગુરુવાર 9 માર્ચથી અમલમાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, કોન્સ્ટેબલની પોસ્ટ માટે, અગ્નિવીરોની પ્રથમ બેચના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે, જ્યારે પછીની તમામ બેચના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવશે. ગૃહ મંત્રાલય  દ્વારા ગુરુવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ એક્ટ, 1968 (1968 નું 47) ની કલમ 141 ની પેટા-કલમ (2) ની કલમો (b) અને (c) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને જારી કરાયેલ એક સૂચના  દ્વારા જાહેરાત કરી હતી.