Site icon Revoi.in

વિદેશી નાગરીકોને ભારત આવવા માટે કેન્દ્ર સરકારે આપી પરવાનગી – જો કે આ કેટેગરીના લોકોને નથી મળી પરવાનગી

Social Share

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારના રોજ કોરોના દિશા નિર્દેશોમાં સુધારો કરતા વિદેશના લોકોને ભારત આવવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણઆવ્યું કે સરકારે તાત્કાલિક અસરથી ‘ઇલેક્ટ્રોનિક’, પર્યટન અને તબીબી કેટેગરીઓ સિવાયના તમામ હાલના વિઝા ફરી શરુ કરવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકારે વિઝીટર વિઝા સિવાયના  તમામ સિટીઝન ઓફ ઈન્ડિયા (ઓઆઈસી) અને પર્સન ઓફ ઈન્ડિયા ઓરિજિન (પીઆઈઓ) કાર્ડ ધારકો અને અન્ય વિદેશી નાગરિકોને કોઈપણ હેતુસર માટે ભારત આવવાની મંજૂરી આપી દીધી છે

ગૃહ મંત્રાલય દ્વારા બહારપાડવામાં કરાયેલા આદેશ પ્માણે, તબીબી સારવાર માટે ભારત આવવા ઇચ્છુક વિદેશી નાગરિકો મેડિકલ વિઝા માટે મેડિકલ એટેન્ડન્ટ સહિત માટે અરજી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને લઈને લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે સરકારે તમામ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. ધીરે-ધીરે લોકડાઉન અનલોક થતા અનેક સેવાઓ ફરીથી શરુ કરવામાં આવી રહી છે, અનલોક 5 હેઠળ અનેક છૂટછાટ આપવામાં આવી ચૂકી છે,જો કે લોકડાઉન દરમિયાન પણ  સરકાર વંદે ભારત મિશન અંતર્ગત વિદેશથી ભારતીયોને પરત લાવવાની કતામગીરી શરુ જ રાખી હતી.

સાહીન-