ગુજરાતી

વિદેશી નાગરીકોને ભારત આવવા માટે કેન્દ્ર સરકારે આપી પરવાનગી – જો કે આ કેટેગરીના લોકોને નથી મળી પરવાનગી

  • હવે વિદેશી નાગરીકો ભારત આવી શકશે
  • કેન્દ્ર સરકારે આપી પરવાનગી
  • સરકારે વિઝા ફરીથી શરુ કર્યા
  • તબિબી સારવાર અને ફરવા આવતા લોકો માટે મંજુરી નહી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારના રોજ કોરોના દિશા નિર્દેશોમાં સુધારો કરતા વિદેશના લોકોને ભારત આવવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણઆવ્યું કે સરકારે તાત્કાલિક અસરથી ‘ઇલેક્ટ્રોનિક’, પર્યટન અને તબીબી કેટેગરીઓ સિવાયના તમામ હાલના વિઝા ફરી શરુ કરવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકારે વિઝીટર વિઝા સિવાયના  તમામ સિટીઝન ઓફ ઈન્ડિયા (ઓઆઈસી) અને પર્સન ઓફ ઈન્ડિયા ઓરિજિન (પીઆઈઓ) કાર્ડ ધારકો અને અન્ય વિદેશી નાગરિકોને કોઈપણ હેતુસર માટે ભારત આવવાની મંજૂરી આપી દીધી છે

ગૃહ મંત્રાલય દ્વારા બહારપાડવામાં કરાયેલા આદેશ પ્માણે, તબીબી સારવાર માટે ભારત આવવા ઇચ્છુક વિદેશી નાગરિકો મેડિકલ વિઝા માટે મેડિકલ એટેન્ડન્ટ સહિત માટે અરજી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને લઈને લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે સરકારે તમામ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. ધીરે-ધીરે લોકડાઉન અનલોક થતા અનેક સેવાઓ ફરીથી શરુ કરવામાં આવી રહી છે, અનલોક 5 હેઠળ અનેક છૂટછાટ આપવામાં આવી ચૂકી છે,જો કે લોકડાઉન દરમિયાન પણ  સરકાર વંદે ભારત મિશન અંતર્ગત વિદેશથી ભારતીયોને પરત લાવવાની કતામગીરી શરુ જ રાખી હતી.

સાહીન-

Related posts
REGIONALગુજરાતી

દેશના શ્રેષ્ઠ 10 પોલીસ સ્ટેશનમાં ગુજરાતનું એક પણ પોલીસ સ્ટેશન નહીં

અમદાવાદઃ દેશની સુરક્ષાની જવાબદારી ભારતીય સેના નિભાવી રહ્યું છે. ત્યારે દેશની અંદર સુરક્ષાની જવાબદારી પોલીસ દ્વારા પુરી પાડવામાં આવે છે. દરમિયાન પોલીસ…
EnglishPolitical

India blocks another 118 Apps including PUBG mobile

NEW DELHI, Sept 2: Amidst fresh tension over China’s provocation in Ladakh. India on Wednesday banned 118 more Chinese apps including the…
revoinews

હવે પોતાના વતનમાં જઇ શકશે લોકડાઉનમાં ફસાયેલા લોકો, ગૃહ મંત્રાલયે માર્ગદર્શિકા જાહેર કરી

લોકડાઉન દરમિયાન ફસાયેલા પ્રવાસી મજૂરો, વિદ્યાર્થીઓ, પર્યટકો માટે નિર્ણય આ લોકો અમુક શરતોનું પાલન કરીને તેના વતનમાં પરત જઇ શકશે તેઓને વતનમાં…

Leave a Reply