રાજકોટ-વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારની પોલીસે અટકાયત કરી
રાજકોટ, 26 એપ્રિલ 2026: રાજકોટ-વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારની પોલીસે અટકાયત કરી છે. મકબુક દાવદાણી સહિત 20 લોકોની અટતાયત કરી છે. 100 મીટરની અંદર પ્રચાર કરતા હોવાથી અટકાયત કરવામાં આવી છે. હાલમાં મામલો થોરાળા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. તમને જણાવી દઈએ કે,આ ચૂંટણીમાં ભાજપે તમામ 9,292 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે કોંગ્રેસના 8,443 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 5,261 ઉમેદવારો પણ મેદાનમાં ઉતરી ચૂંટણી જંગને રોમાંચક બનાવી રહ્યા છે. મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે, જે લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિ અને ભાગીદારી દર્શાવે છે.
પરિમલ સ્કૂલમાં બબાલ
તેમજ બીજી એક પણ ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ કાલાવડ રોડ પરની પરિમલ સ્કૂલમાં બબાલ થઈ હતી.મતદારો ભાજપની કાપલી લઇને જતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર રણજીત મુંધવાએ વિરોધ કર્યો હતો.પોલીસે કાપલી દૂર કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકો માટે આજે મતદાન ચાલું છે.72 બેઠકો પર 236 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કુલ 6 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી. આમ આદમી પાર્ટીના 1, BSP માંથી 1 અને અપક્ષના 4 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી.


