Site icon Revoi.in

કેન્દ્ર સરકાર ઉત્તર પ્રદેશમાં ‘રામ વન ગમન માર્ગ’ બનાવવાની તૈયારીમાં -આ માર્ગની લંબાઈ 210 કિ.મી હશે

Social Share

દિલ્હી – ઉત્તર પ્રદેશ છેલ્લા ઘણા સમયથી વિકાસના માર્ગે જોવા મળી રહ્યું છેે ભગવાન રામના મંદિરના નિર્માણકાર્ય શરુ થયા બાદ વિકાસે વેગ પકડ્યો છે. ત્યારે હવે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય ઉત્તર પ્રદેશમાં 210 કિલોમીટર લાંબો ‘રામ વન ગમન માર્ગ’ બનાવવાની યોજના ઘડી રહ્યું છે.

આ સમગ્ર બાબતે માનવામાં આવી રહ્યું છે કે, સીતા અને લક્ષ્મણ વનવાસ દરમિયાન ભગવાન રામ સાથે આજ રસ્તા પર ચાલીને વનવાસ માટે રવાના થયા હતા.આજ માન્યતાના આઘારે હવે ભગવાન રામના વનવાસનો માર્ગ એવો રામ વાન ગમન પથ બનાવવાની યોજના બનાવાઈ છે.

આ માર્ગ 210 કિમીનો છે જે ફૈઝાબાદના રસ્તા ચિત્રકૂટ અને સુલતાન પુરને જોડશે

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના દસ્તાવેજ પ્રમાણે, પ્રસ્તાવમાં મૂકાયેલા 210 કિલોમીટરનો રામ વન ગમન માર્ગ ઉત્તર પ્રદેશના અયોધ્યાને ફૈઝાબાદના માર્ગે થઈને ચિત્રકૂટ, સુલતાનપુર, પ્રતાપગઢ,, જેઠવારા, શ્રૃંગવેરપુર, મંજનપુર અને રાજાપુરથી જોડશે. આ માર્ગ નેશનલ હાઇવે -28, નેશનલ હાઇવે -97 અને નેશનલ હાઇવે 731 પરથી પસાર થશે.

આ ઉપરાંત શ્રૃંગવેરપુરમાં ગંગા નદી ઉપર પુલ સાથે નવો રસ્તો નિર્માણ પામશે,આ મામલે મંત્રાલયના જણાવ્યા મુજબ આ માર્ગનો 38 કિલોમીટરનો રસ્તો ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં હશે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિતેલા વર્ષ દરમિયાન તેમના રાજ્યમાં રામ વન ગમન પથના વિકાસ માટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની મદદ અને માર્ગદર્શન માંગ્યું હતું.

તે સમયે આ મામલાને લઈને મંત્રી ગડકરીએ કહ્યું હતું કે, ભારતમાલા પરિયોજના હેઠળ રુપિયા 35 હજાર કરોડના રોકાણ સાથે 4 હજાર 80 કિલોમીટરની આ પરિયાજના માટે એક વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.જેમાં 121 કિલોમીટરના રામ વન ગમન માર્ગ વિસ્તાર અને રાજ્યની પ્રસિદ્ધ શારદા શક્તિપીઠનો સમાવેશ છે.

સાહિન-