Site icon Revoi.in

મહાદેવના મંદિરે પહોંચ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી, સહ પરિવારે કર્યા દર્શન

Social Share

ગીરસોમનાથ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણીએ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો સાથે ધ્વજારોહણ કરી શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.

સાથે પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, નીતિનભાઈ ભારદ્વાજ, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ પરમાર, એક્ઝિક્યુટીવ ઓફીસર દિલિપભાઇ ચાવડા સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું.જો કે ઘણીવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી શુભ પ્રસંગે મંદિરોની મુલાકાત લેતા હોય છે.

Exit mobile version