Site icon Revoi.in

શિક્ષકોની ખાલી જગ્યાઓ મુજબ વિદ્યાસહાયકોની ભરતી કરવા બનાસકાંઠા કલેકટરને આવેદન અપાયું

Social Share

પાલનપુરઃ રાજ્યમાં વિદ્યાસહાયકોની જેટલી જગ્યાઓ ખાલી છે. તેટલી ભરતી કરવા  વિદ્યાસહાયક ઉમેદવારોએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં રાજ્યમાં અગાઉ 3300 વિદ્યાસહાયકોની ભરતી પણ પૂર્ણ કરવામાં આવી નથી. પ્રાથમિક શાળાના શિક્ષકોની ઘટ વચ્ચે સરકારે વિદ્યાસહાયકોની ભરતી કરે તેવી માંગ કરવામાં આવી છે. રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પછાત છે. અને શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. ત્યારે જેટલી ખાલી જગ્યાઓ છે, તેટલી સંખ્યામાં ભરતી કરવાની માગ ઉઠી છે.

બનાસકાંઠા જિલ્લાના વિદ્યાસહાયકનાં ઉમેદવારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ગુજરાતમાં  વિદ્યાસહાયકોની ખાલી જગ્યાઓ પ્રમાણે વધારે ભરતી કરવા અને અગાઉ 3300 વિદ્યાસહાયકોની ભરતી પૂર્ણ કરવામાં આવી નહતી, તેમજ પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ઘટ વચ્ચે સરકાર વિદ્યાસહાયકોની ભરતી કરે તેવી માંગ ઊઠી છે.

પાલનપુરમાં વિધાસહાયકના ઉમેદવારોએ બનાસકાંઠા કલેકટરને આવેદનપત્ર આપીને એવી રજુઆત કરી હતી કે, સરકાર દ્વારા રાજ્યમાં હાલ 3300 જેટલી વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવી છે તેમાં 633 જેટલાં સરકારી શિક્ષકો આ ભરતીમાં ભાગ લીધો છે તેમાંથી અંદાજે 200 જેટલા રિપીટ થાય અને 31 મેં 2022ના 1537 જેટલાં શિક્ષકો નિવૃત્ત થયા છે, તો વાસ્તવિક ભરતી 1511 આસપાસ થાય અને હજુ તેમાંથી પણ સ્થળ પસંદગીમાં ગેરહાજર રહે એટલે જે શિક્ષકોની ઘટનો પ્રશ્ન હતો તે ત્યાં નો ત્યાં જ રહેવાનો છે. હાલ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં 18 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. RTE ACT મુજબ કુલ ખાલી જગ્યાના 60 ટકા  સીધી ભરતીથી ભરવાનો ઠરાવ છે. 3300 જગ્યાઓ કુલ જગ્યાઓની માત્ર 20 ટકા જગ્યા છે. ટેટ વેલિડિટી વધવાને કારણે ટેટ ઉતિર્ણ કરેલા બેરોજગારોની સંખ્યામાં વધારો થયો છે. 3300 જગ્યા એ વર્ષ 2019ના અગાઉના શિક્ષણ મંત્રી આપેલી જૂની ભરતી છે. ત્રણ વર્ષની જૂની ભરતીમાં 18 હજાર જગ્યાઓ ખાલી હોવા છતાં જગ્યામાં વધારો કરાયો નથી, RTE મુજબ દર વર્ષે ટેટમાં 3300 ભરતી કરવાનો ઠરાવ થયેલો છે. જેથી ઓછી ભરતી કરવાની હોવાથી હજુ પણ સારા માર્ક ધરાવતા ઉમેદવારો નોકરીથી વંચિત રહેશે. જેવા અનેક મુદ્દાઓને લઇ વિદ્યાસહાયક ઉમેદવારો એ બનાસકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.