Site icon Revoi.in

નખની સ્થિતિ જણાવશે લિવરની હાલત, ડેમેજ થતા જ કલર અને સાઈઝમાં થશે આ ફેરફાર

Social Share

લીવર આપણા શરીરનો ખૂબ જરૂરી ભાગ છે. લીવરનું બીજું નામ જીગર છે. ડોકટર્સની વાત કરીએ તો, લીવર ખૂબ જ સ્માર્ટ ઓર્ગન કહેવાય છે. લીવર આપણા શરીરમાંથી ગંદકી દૂર કરવાનું કામ કરે છે. આ ઓર્ગન પાચનમાં પણ કામ કરે છે, સારા કોલેસ્ટ્રોલ અને રેડ બ્લડ સેલ્સ બનાવે છે.

લીવર એવું ઓર્ગન છે જે પોતાની જાતને હેલ્દી રાખવાની ક્ષમતા ધરાવે છે. તમને જણાવી દઈએ કે લીવર ડેમેજના શરૂઆતના લક્ષણો નખ પર દેખાઈ આવે છે. સમયસર તેને ઓળખવું ખૂબ મહત્વપૂર્ણ છે.

નખનો કલર ચેન્જ થાય છે
લીવરની સમસ્યા હોય ત્યારે નખનો કલર બદલાવા લાગે છે. નખનો રંગ રંગહીન અને પીળો દેખાવા લાગે છે. નખ પર દેખાતો સફેદ ભાગ ધીમે ધીમે ગાયબ થવા લાગે છે.

નખ પર ડાર્ક લાઈન નજર આવે છે
હેલ્દી નખ પર ડાર્ક લાઈન દેખાતી નથી, લીવરને નુકસાન થાય ત્યારે લાલ, ભૂરા કે પીળી ધારદાર લાઈન દેખાવા લાગે છે.

નખનો શેપ બગડવા લાગે છે
નખ વિચિત્ર અને સપાટ દેખાય છે અથવા ચામડીમાં ધસી ગયેલા દેખાય છે, તો તે લીવરને નુકસાનની નિશાની હોઈ શકે છે. આ લક્ષણોને ક્યારેય અવગણવા જોઈએ નહીં.

નખ તૂટવું
નખ ઝડપથી બગડે અને તૂટવા લાગે, તો લીવર ડેમેજની નિશાની છે. સ્કિનનું પીળું પડવું અને આંખોની સફેદી લીવરને ડેમેજ થવાના લક્ષણો છે. કાળી અથવા ભૂરી સ્કિન, પેટમાં દુખાવો અને સોજો, પગની ઘૂંટીઓમાં સોજો, ત્વચામાં ખંજવાળ, સતત થાક, ઉબકા અને ઉલ્ટી લીવરને નુકસાન થવાના લક્ષણો છે.