Site icon Revoi.in

દેશ 73મા ગણતંત્ર દિવસની કરી રહ્યું છે ઉજવણી – વિશ્વ દેખશે આજે ભારતની તાકાત

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં આજે 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં રાજધાની દિલ્હી ખાતે રાજપથ મારપ્ગ પર પરેડનું પણ આયોજન કરેલું છે જો કે કોરોનાને કારણે વખતે નર્યાદિત સંખ્યામાંટેબ્લો પ્રદર્શન થશે, આજના આ ખાસ દિવસે દુનિયા ભારતની શક્તિ જોશે.

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજપથ પર આયોજિત પરેડમાં દેશના વિવિધ રાજ્યોની ઝાંખીઓનું પ્રદર્શન કરવામાં આવે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાજપથ પર ગણતંત્ર દિવસની ઉજવણીનો નજારો  આ વખતે કંઈક ખાસ રહેશે. કારણ કે આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં કેટલીક વસ્તુઓ પહેલી જ વખત  જોવા મળશે.

ભારતીય સેનાઆ વર્ષે તેની પરેડમાં સૈનિકોના ગણવેશ અને રાઈફલ્સમાં સમયાંતરે ફેરફારો રજૂ કરશે. ભારતીય સેનાની ત્રણ ટુકડીઓ પાછલા દાયકાઓનો ગણવેશ પહેરીને અને રાઈફલ લઈને કૂચ કરતી જોવા મળશે.બીજી તરફ, સ્વતંત્રતાના અમૃત ઉત્સવનો ભાગ બનવા માટે એક ટુકડી આ પ્રજાસત્તાક દિવસે ભારતીય સેનાના નવા લડાયક યુનિફોર્મનું પ્રદર્શન કરશે.

આ સાથે જ કેટલીક પરંપરાઓમાં ફેરફાર જોવા મળશે. આ ખાસ અવસર પર દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દેશ આ વખતે પણ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. જેને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. તેની ઝલક પણ સેલિબ્રેશનમાં જોવા મળશે.ખાસ આ વખતની ઝાંખીમાં કાશી વિશ્વનાથની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર રહેશે,આ સાથે જ આ વખતે 73માં પ્રજાસત્તાક દિને પ્રથમ વખત ભારતીય વાયુસેનાના 75 વિમાનોનો ભવ્ય ફ્લાય-પાસ્ટ કરવામાં આવશે.