Site icon Revoi.in

સિરમના CEO અદાર પુનાવાલાની કબૂલાત, દેશમાં જુલાઈ સુધી કોરોના વેકસીનની અછત રહેશે

Social Share

દેશમાં કોરોના મહામારી સામે લડવા અત્યારે વેકસીન એકમાત્ર હથિયાર હોવાનું ડોકટરો જણાવી રહ્યા છે. આ જ કારણોસર લોકો હવે વેકસીન લેવા માટે ઘસારો કરી રહ્યા છે, જેને કારણે વેકસીનની ઘટ પડી રહી છે. આ અંગે સીરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાનુ કહેવુ છે કે, દેશમાં જુલાઈ સુધી વેક્સીનની અછત જોવા મળી શકે છે.

કોરોના વાયરસે એવી સ્થિતિ પેદા કરી છે કે, હોસ્પિટલોમાં જરુરી સાધનો નથી અને બીજી તરફ હવે વેક્સીનના પણ ફાંફા પડી રહ્યા છે.એક મીડિયા વેબસાઈટના અહેવાલમાં પૂનાવાલાને હવાલાથી કહેવાયુ છે કે, એક દિવસમાં અત્યારે 60 થી 70 મિલિયન વેક્સીન ડોઝનુ ઉત્પાદન થાય છે અને તે વધારીને 100 મિલિયન કરવા માટે જુલાઈ સુધીનો સમય લાગી જશે.

દેશમાં હવે 18 વર્ષથી વધુ વયના લોકોને પણ વેકસીન લેવા સરકારે છૂટ આપી છે ત્યારે હવે વેકસીનની અછત સર્જાઈ છે. જેના કારણે ઘણા લોકો વેક્સીન લેવા ઈચ્છતા હોવા છતા વેક્સીન લઈ શકે તેમ નથી.

પૂનાવાલાએ કહ્યુ હતુ કે, જાન્યુઆરીમાં બીજી લહેર આવશે તેવી અપેક્ષા કોઈને નહોતી. તે વખતે નવા કેસ ઓછા થઈ રહ્યા હતા.દરેકને લાગી રહ્યુ હતુ કે, દેશે કોરોનાની પહેલી લહેરને હરાવી દીધી છે.

પૂનાવાલાએ કહ્યુ હતુ કે, રાજકારણીઓ અને ટીકાકારો દ્વારા સીરમ ઈન્સ્ટિટ્યુટને બદનામ કરવાનો પ્રયત્ન કરાયો હતો.અમારી પાસે પહેલા કોઈ આદેશ નહોતો.અમને નહોતુ લાગતુ કે અમે એક વર્ષમાં એક અબજ વેક્સીન બનાવીશું.