1. Home
  2. Tag "Shortage"

પાકિસ્તાનમાં 2.37 મિલિયન મેટ્રીક ટન ઘઉંની અછત, લોકો લોટ લેવા કલાકો લાઈનમાં ઉભા રહેવા મજબુર બન્યાં

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં તોતીંગ વધારો થયો છે. બીજી તરફ ઘઉંના લોટને લઈને પ્રજા ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. એટલું જ નહીં ઘઉંના લોટની બોરીઓ લેવા માટે લોકો લાંબી લાઈનો લગાવે છે. પાકિસ્તાનમાં ઉભી થયેલી પરિસ્થિતિને નાણા મંત્રી અલ્લાહની મરજી કહીને સરકારનો બચાવ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં યુરિયા ખાતરની તંગી, કૃષિ વિભાગ કહે છે, ખેડુતો બીન જરૂરી સ્ટોક કરી રહ્યા છે

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રવિપાકની સીઝનમાં જ યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડુતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. એક બાજુ કૃષિમંત્રી રાજ્યમાં યુરિયા ખાતરની કોઈ તંગી નથી અને પુરતો સ્ટોક હોવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે જિલ્લાના ગુજકોમાસોલના ડેપો પર ખાતર માટે ખેડુતોની લાઈનો જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર  જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે સૌથી વધુ […]

અમદાવાદની 70થી વધુ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની ઘટ છતાં DEO નિર્ણય કરતા નથી

અમદાવાદઃ શહેરમાં સરકારી, ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણના કાર્ય પર અસર પડી રહી છે. જે શિક્ષકો નિવૃત થાય તેના સ્થાને પ્રવાસી શિક્ષકોની નિમણૂંકો કરવામાં આવતી હોય છે. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસને કોઈ અસર ન થાય પરંતુ  શહેરની શાળાઓમાં 70થી વધુ પ્રવાસીઓની ઘટ છે. શાળા સંચાલકોએ આ અંગે અવાર-નવાર જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆતો કરવા છતાં […]

બનાસકાંઠાના થરાદ તાલુકામાં રાસાયણિક ખાતરની અછતથી ખેડુતો પરેશાન, આંદોલનની ચીમકી

પાલનપુરઃ  જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ઇફકો ખાતરની અછત જોવા મળી હતી. જેમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ઇફ્કો કંપની રાસાયણિક ખાતરમાં ઉત્તર ગુજરત સાથે ઓરમાયું વર્તન કરતી હોવાનો  આક્ષેપ ખેડુતો દ્વારા કરવામાં આવી રહ્યો હતા. ઇફકો કંપની દ્વારા રાસાયણિક ખાતરના આપતા ખેડૂતોમાં નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષ હજારો ટન રાસાયણિક ખાતરનો […]

સુરેન્દ્રનગર જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ પાઠ્યપુસ્તકોની અછતથી વિદ્યાર્થીઓ પરેશાન

સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ધો,1થી 12માં 1.51 લાખ વિદ્યાર્થીઓએ ભણતર શરૂ કર્યું છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ પાઠ્યપુસ્તકોની અછત સર્જાતા વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં પરેશાની જોવા મળી રહીં છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી જ પાઠ્યપુસ્તકોની અછત સર્જાઈ છે. જેને લઇને હજુ સુધી વિદ્યાર્થીઓ પોતાના પૂરતા પાઠ્યપુસ્તકો […]

ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં રેવન્યું સ્ટેમ્પની કૃત્રિમ અછત, લોકોના અનેક ટ્રાન્ઝેક્શનો અટકી પડ્યા

અમદાવાદઃ રાજ્યમાં રેવન્યુ ટિકિટની એકાએક અછત ઊભી થતાં ઘણાબધા લોકોના ટ્રાન્ઝેક્શન અટકી પડ્યા છે. એક રૂપિયાની રેવન્યુ સ્ટેમ્પની ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં છેલ્લા એક સપ્તાહથી કૃત્રિમ અછત સર્જાઈ છે. નવા નાણાકીય વર્ષથી આવેલા કેન્દ્ર સરકારના નિયમોમાં થયેલા ફેરફારોને કારણે ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં હાલ રેવન્યુ સ્ટેમ્પ ઉપલબ્ધ નથી. એને કારણે ઘણા લોકોનાં ટ્રાન્ઝેકશન અટકી ગયાં છે. પરિણામસ્વરુપે […]

કપાસની વર્તમાન અછત અને લોજિસ્ટિક સમસ્યાઓને દૂર કરાશેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કાપડ, વાણિજ્ય અને ઉદ્યોગ અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જાણીતા પીઢ કપાસ મેન સુરેશભાઈ કોટકની અધ્યક્ષતામાં, કૃષિ મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય, નાણા મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને કોટન સંશોધન સંસ્થાના પ્રતિનિધિત્વ સાથે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની રચનાની જાહેરાત કરી હતી. સૂચિત કાઉન્સિલની પ્રથમ […]

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની 1300થી વધુ જગ્યા ખાલી

અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ તાલુકા અને જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં તબીબોની અછત છે.જેમાં સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ તબીબો નહીં હોવાથી દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડી રહી છે. ગુજરાત સહિત દેશમાં સરકારી હોસ્પિટલોમાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની મોટી ઘટ છે. જેમાં સરકારી હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની 99 ટકા જેટલી અછત હોવાનું […]

ઓસ્ટ્રેલિયામાં ઊંચું મહેનતાણું મળતું હોવા છતાં સ્ટાફની ભારે અછત, હોસ્પિટાલિટી સેક્ટરમાં મેનપાવર ક્રાઇસીસ સર્જાઇ

ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ મહેનતાણું અપાતું હોવા છતાં માણસોની અછત ઓસ્ટ્રેલિયાના અનેક રેસ્ટોરન્ટ્સમાં સ્ટાફની ભારે અછત કોવિડના કારણે અનેક શ્રમિકો પોતાના વતન પાછા ફરી રહ્યા છે નવી દિલ્હી: એક તરફ ભારતમાં જ્યાં એક નોકરી માટે લાખોની સંખ્યામાં અરજદારોની પડાપડી થતી હોય છે ત્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં સૌથી ઉચ્ચ વેતન મળતું હોવા છતાં કોઇ નોકરી કરવા માટે તૈયાર […]

સમગ્ર વિશ્વમાં સેમીકન્ડક્ટરની ભારે અછત, ભારતમાં 7 લાખ કારોની ડિલિવરી અટકી

નવી દિલ્હી: કોરોના કાળમાંથી હજુ પણ દેશના કેટલાક સ્તરો હજુ પણ બેઠા થઇ શક્યા નથી. કેટલાક સેક્ટરો હજુ પણ અનેક પ્રકારના પડકારો અને સ્થાનિક તેમજ વૈશ્વિક સમસ્યા સામે ઝઝુમી રહ્યા છે. વર્ષ 2021ની દિવાળી દરમિયાન પણ આ સેક્ટરને માર પડ્યો છે. ભારતીય ઓટોમોબાઇલ સેક્ટર હજુ પણ આ મારમાંથી ઉભુ થવામાં અસમર્થ સાબિત થયું છે. ઓટોમોબાઇલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code