Site icon Revoi.in

કોરોનાકાળમાં દેશની આયુર્વેદીક પંરપરાએ મહત્વની ભૂમિકા ભજવી – અનેક નુસ્ખાઓ તરફ લોકો આકર્ષાયા

Social Share

જ્યારે વિશ્વમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો હતો ,લોકો પોતાના જીવ સાચવવા દરેક ઉપાયો કરી રહ્યા હતા ત્યારે સૌથી વધુ ઉકાળાનું સેવન મોખરે રહ્યું હતું. તમામ લોકો કોરોનાને માત આપવા માટે જાતભઆતના ઉકાળાઓ ઘરે બનાવતા હતા અને તેનું સેવન કરતા હતા, સમગ્ર કોરોના મહામારીમાં લોકો આયુર્વેદીક નુસ્ખાઓને સંપૂર્ણ પણે માનતા થયા તે વાત કહેવી રહી, જ્યા જુઓ ત્યા બસ કોરોના માટે ઉકાળાનું સેવન, લીબું પાણી, ગરમ પાણીનો બાફ લેવો બસ એવીજ વાતો સાંભળવા મળતી હતી,અને મોટે ભાગે ઘરે આઈસોલેટ થયેલા કોરોનાના દર્દીઓએ આ નુસ્ખાઓ થકી કોરોનાને માત પણ આપી છે.

આ સાથે જ આમળામાંથી બનતા ચ્યવનપ્રાશનુંસેવન શિયાળામાં જ થાય, પરંતુ કોરોનામાંથી  સ્વસ્થ થઈ ઘરે પરત ફરેલા દરદીઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પ્રોટોકૉલમાં દવાઓ ઉપરાંત યોગ અને ચ્યવનપ્રાશનું સેવન કરવાની ભલામણ કરવામાં આવી છે.

આ સાથે જ અનેક મરી મસાલાના ઉકાળા બનાવીને લોકોએ ખુબ પીધા છે, સમગ્ર દેશ જાણે ફરી એક વખત આયુર્વેદીક જીવન જીવવા લાગ્યો હતો,ઓક્સિજન લેવલ ઓછું હોવાના કારણે જે તકલીફો  દર્દીઓને હતી તેવા દર્દીઓએ પણ આર્યુવેદિકની ઉપચાર પદ્ધતિ અપનાવી અને સારા પરિણામો મળ્યા.

દેશના આયુષ વિભાગે યોગ્ય સમયે કોરોનાના દર્દીઓ માટે ગાઈડલાઈન આપી અને કોરોના જેવી મહામારીમાં આર્યુવેદની માંગ વધી છે. જેના કારણે આર્યુવેદ કોલેજોમાં એડમિશન લેવા માટે આ વર્ષે વિધાર્થીઓનો ધસારો પણ જોવા મળ્યો.