Site icon Revoi.in

કાશ્મીરી પંડિતો પરત આવી શકે તેવો હાલ ઘાટીનો માહોલઃ CRPF

Social Share

નવી દિલ્હીઃ ધ કાશ્મીર ફાઈલ્સને લઈને સમગ્ર દેશમાં વિવિધ ચર્ચાઓ વહેતી થઈ છે. દરમિયાન સીઆરપીએફના ડીજીએ જણાવ્યું હતું કે, કાશ્મીરી પંડિતો પરત ઘરે આવી શકે તેવો હાલનો ઘાટીનો માહોલ છે. હાલ સીઆરપીએફના કેટલાક કેમ્પ અને હેડક્વાર્ટર કાશ્મીરી પંડિતોના ઘર અને મંદિરોમાં જ ચાલે છે જો તેઓ કહેશે તો અમે તેમનું ઘર છોડી દઉશું.

જમ્મુમાં સીઆરપીએફની સ્થાપના દિવસના કાર્યક્રમ દરમિયાન ડીજી કુલદીપ સિંહએ જણાવ્યું હતું કે, સીઆરપીએફ કાશ્મીરી પંડિતોના ઘરમાંથી હટી જાય અને કાશ્મીરી પંડિતો પરત આવે તો કોઈ ખતરો નથી. ઘાટીમાં પંડિતો આવી શકે તેવો માહોલ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન 41 વીઆઈપી વ્યક્તિઓને સીઆરપીએફએ સુરક્ષા આપી હતી. ચૂંટણી પૂર્ણ થયા બાદ 27 લોકોની સુરક્ષા હટાવવામાં આવી છે. જવાનોના પરિવારજનોને મળતી આર્થિક સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન કોઈ જવાન શહીદ થાય તો રૂ. 20 લાખથી વધારીને રૂ. 30 લાખ અને અન્ય બનાવમાં 15 લાખથી વધારીને 20 લાખની આર્થિક સહાય કરવામાં આવી છે.

સીઆરપીએફ સહિતના ભારતીય સુરક્ષા દળોએ ભારતમાંથી આતંકવાદી અને નક્સલવાદી પ્રવૃતિઓને નાથવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત એક વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં 150થી વધારે આતંકવાદીઓને અને નક્સલવાદગ્રસ્ત રાજ્યોમાં લગભગ 19 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હતા.