Site icon Revoi.in

રાહતની વાત -કોરોનાની બીજી લહેરની તુલનામાં ત્રીજી લહેરમાં મૃત્યુની સંખ્યા 600 ટકા ઓછી

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,દૈનિક નોંધાઈ રહેલા કેસોમાં ભારે ઉચાળ આવ્યો છે,રોજના 1.5 લાખથી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે,જો કે કોરોનાની બીજી લહેર કરતા આ લહેરમાં કોરોનાથી મરનારાની સંખ્યા ખૂબ ઓછી છે એટલે એ  એક રાહતની વાત કહી શકાય કે મૃ્તયુદર ઓછો છે.

ઓમિક્રોનના કારણે કોરોનાની ત્રીજી તરંગના ફેલાવાની ઝડપ ખૂબ જ ઝડપી છે, પરંતુ જો આપણે મૃત્યુના આંકડા પર નજર કરીએ તો, બીજા તરંગ કરતા લગભગ 600 ટકા ઓછા મૃત્યુ નોંધાયા છે. પ્રથમ તરંગની તુલનામાં, આ ઘટાડો લગભગ 600 ટકા  નોધાયો છે. જો કે નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી દિવસોમાં મૃત્યુઆંકમાં થોડો વધારો થઈ શકે છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1 લાખ 59 હજાર 632 નવા કોરોના સંક્રમણ અને 327 મોત નોંધાયા છે. તેમાંથી 242 મૃત્યુ કેરળ રાજ્યના ભૂતકાળના  છે. જ્યારે કેરળમાં છેલ્લા 24 કલાકમાં કુલ 33 લોકોના મોત થયા છે. આમ હાલના મૃત્યુ માત્ર 118 છે.

આ સાથે જ  ગયા વર્ષે જ્યારે કોરોનાની બીજી લહેર ઝડપથી આગળ વધી રહી હતી ત્યારે 11 એપ્રિલ 2021ના રોજ દેશમાં 1 લાખ 52 હજાર 879 નવા કોરોના સંક્રમણ નોંધાયા હતા. તે દિવસે 839 મૃત્યુ નોંધાયા હતા. આ આકંડો હાલ 721 જોવા મળે છે એટલે કે છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુ કરતાં લગભગ પહેલાનો મૃત્યુનો આકંડો 600 ટકા વધુ છે.

આ સાથે જ કોરોનાની પ્રથમ લહેરમાં દૈનિક સંક્રમણની મહત્તમ સંખ્યા એક લાખથી નીચે રહી હોવા છતાં, મૃત્યુઆંક ઊંચો રહ્યો હતો જ્યારે હાલ તે જોવા મળતું નથી. 12 સપ્ટેમ્બર 2020 ના રોજ કુલ 97 હજાર 570 નવા ચેપ નોંધાયા હતા. ત્યારે 1 હજાર 201 મૃત્યુ થયા હતા. જે છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુ કરતા લગભગ 900 ટકા વધુ છે.આથી ેમ કહવું રહ્યું કે પહેલાની સરખામણી કોરોનાની ત્ર્જી લહેરમાં થતા મૃ્ત્યુની સંખ્યા ઓછી છે.