Site icon Revoi.in

અંબાજી મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા, લાંબા સમય પછી કરી શકશે ભક્તો દર્શન

Social Share

મહેસાણા: ઉત્તર ગુજરાતમાં આવેલું અંબાજી માતાનું મંદિર ફરીવાર ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણના કારણે મંદિરના દરવાજા થોડા દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું હતુ અને ભક્તોની આવાજાહીને પણ રોકી દેવામાં આવી હતી.આ મંદિરમાં જો કે રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. આ કારણોસર કોરોનાના સંક્રમણનું પણ જોખમ વધારે રહે છે અને તેના કારણે અન્ય લોકો માટે પણ જોખમ વધે છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાવાયરસના સંક્રમણને અને બીજી લહેરને ધ્યાનમાં રાખીને મંદિરોમાં ભક્તોની આવાજાહી અને તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવે કોરોનાવાયરસનું સંક્રમણ રાજ્યમાં તથા દેશમાં ઓછુ થતા લોકોને ફરીવાર મંદિર જવાની તક મળશે અને મંદિરના પ્રશાસન દ્વારા દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા છે.

રાજ્યમાં કેટલાક મંદિરોના દ્વાર કોરોનાને કારણે બંધ કરી દેવામાં આવ્યા હતા. પણ હવે મંદિરો ફરીથી ખોલવામાં આવતા લોકોએ તકેદારી સાથે મંદિરમાં ભગવાનના દર્શન કરવા પડશે. કોરોનાનું સંક્રમણ ઓછુ થયુ હોવાથી બેદરકારી દાખવવામાં આવશે નહી.