1. Home
  2. Tag "Ambaji temple"

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

અંબાજીઃ ચૈત્રી નવરાત્રીનો આજથી એટલે કે 9મી એપ્રિલથી પ્રારંભ થશે, માતાજીના પૂજન-અર્ચન માટે ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહાત્મ્ય છે. મા જગતજનની અંબાના ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ,  અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહાત્મ્ય છે.  આજથી એટલે કે 9મી એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ […]

અંબાજી મંદિરના પ્રસાદ માટે મોહનથાળ બનાવવા કેટરર્સે નકલી ઘી’ના 200 ડબ્બા પધરાવતા ફરિયાદ

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં મહિનાઓ પહેલા પ્રસાદમાં મોહનથાળને બદલે ચિક્કી અપાતા તે સમયે ભારે વિરોધ થયો હતો.અને આખરે નિર્ણયમાં ફેરફાર કરીને ચિક્કી અને મોહનથાળ બન્ને પ્રસાદ ભાવિકો માગે તે પ્રમાણે આપવામાં આવી રહ્યા છે. મોટાભાગના શ્રદ્ધાળુઓ દ્વારા મોહનથાળનો પ્રસાદ ખરીદવામાં આવતો હોય છે. ભાદરવી પૂનમના મેળામાં સાડાચાર કરોડની વધુ કિંમતનો પ્રસાદ વેચાયો હતો, મોહનથાળનો પ્રસાદ બનાવવા […]

યાત્રાધામ અંબાજીમાં મંદિરની આસપાસનો વિસ્તાર વાહનો માટે ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયો

અંબાજીઃ  રાજ્યના સુપસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી માતાજીના દર્શન માટે રોજબરોજ અનેક શ્રદ્ધાળુઓ આવે છે. મોટાભાગના શ્રદ્ધાલુઓ ખાનગી વાહનોમાં આવતા હોવાથી મંદિરની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો હોય છે. આથી તંત્ર દ્વારા મંદિરની આસપાસનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.  ટ્રાફીક નિયમન હેતુસર અંબાજી મંદિરના શક્તિદ્વાર સામેના ખોડી વડલી સર્કલથી જુના નાકા […]

અંબાજી મંદિરમાં અષાઢ સુદ- 2 (બીજ) થી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર

અંબાજીઃ રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અષાઢી બીજના દિને માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં માતાજીની આરતીનો સમય સવારે 7.30થી 8 વાગ્યાનો રહેશે. જ્યારે ભાવિકો માતાજીના દર્શન સવારે 8 વાગ્યાથી બપોરે 11.30 વાગ્યા સુધી કરી શકશે. માતાજીને રાજભોગ બાદ બપોરે 12.30થી 4,30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. સાંજે 7થી 7.30 વાગ્યે આરતી […]

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના વિરોધમાં કોંગ્રેસે વિધાનસભામાં વોકઆઉટ કર્યો

ગાંધીનગરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિક્કીનો પ્રસાદ આપવા સામે ઘણા સમયથી વિરોધ ઊઠ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દો આજે વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો મોહનથાળ લઈને ગૃહમાં આવ્યા હતા. અને ભાજપના ધારાસભ્યોને પ્રસાદીરૂપી મોહનથાળ આપીને અંબાજી મંદિરમાં ભાવિકોની લાગણીને માન આપીને ચિક્કીના સ્થાને મોહનથાળનો પ્રસાદ આપવાની માગ […]

અંબાજી મંદિરઃ મોહનથાળના પ્રસાદ મુદ્દે વિવાદ વિકર્યો, હિન્દુ સંગઠનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધિ યાત્રાધામ અંબાજીમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દરમિયાન શ્રદ્ધાળુઓને આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે અને ચિક્કીનો પ્રસાદ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટના આ નિર્ણયને પગલે સ્થાનિકો અને ભક્તોમાં નારાજગી ફેલાઈ છે. હિન્દુ સંગઠનોએ રોષ વ્યક્ત કરીને આગામી 48 કલાકમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ […]

યાત્રાધામ અંબાજીનું મંદિર 25મી ઓક્ટોબરે સૂર્યગ્રહણ હોવાને કારણે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં દર્શન માટે રોજબરોજ અનેક યાત્રાળુઓ આવી રહ્યા છે. જેમાં વેકેશન અને દિવાળીના તહેવારોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળતા હોય છે. દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દિવાળીના પર્વ બાદ પ્રથમ દિવસે અમાસ છે. એટલે કે પડતર દિવસ છે. અને ત્યારબાદ બીજા દિવસે નવા વર્ષનો પ્રારંભ થશે. આ […]

યાત્રાધામ અંબાજીમાં નવરાત્રી ઉલ્લાસથી ઊજવાશે, મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરમાં નવરાત્રિ મહોત્સવ આનંદોલ્લાસથી ઊજવવામાં આવશે. મદિર નજીક ચાચર ચોકમાં નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન માટે મોટી સંખ્યમાં યાત્રાળુઓ આવતા હોય છે. ત્યારે યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર […]

યાત્રાધામ અંબાજીના મંદિરમાં હવે મોહનથાળનો મહાપ્રસાદ પોલીમર બોક્સમાં અપાશે

અંબાજી:  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીનું મંદિર જગ વિખ્યાત છે. માતાજીના દર્શન માટે રોજબરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. અને માતાજીના દર્શન કર્યા બાદ મંદિરમાંથી પ્રસાદ ખરીદતા હોય છે. અત્યાર સુધી પ્લાસ્ટિકના પેકેટમાં મોહનથાળનો પ્રસાદ આપવામાં આવતો હતો. હવે અંબાજીના મહાપ્રસાદ મોહનથાળનું પેકેટ બદલાયું છે. એટલે કે અંબાજી મંદિરમાં મળતો મોહનથાળનો પ્રસાદ હવે પોલિમર બોક્સમાં મળશે. […]

સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય બદલાતા અંબાજી મંદિરમાં હવે સવાર-બપોર અને સાંજે આરતી થશે

અંબાજી : યાત્રાધામ અંબાજીમાં હાલ ઉનાળાની ગરમીમાં પણ અનેક યાત્રાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે. ઉનાળામાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થયો છે, દિવસ પણ લાંબો થયો છે. ત્યારે હવે અંબાજી માતાજીની આરતી સવાર-બપોર અને સાંજ એમ ત્રણ વખત કરાશે,  યાત્રાધામ અંબાજી ખાતે મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. અંબાજી મંદિરમાં આજથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code