Site icon Revoi.in

ખેડૂતોની આર્થિક સ્થિતિ વધારે સુધરવાની સંભાવના, સરકારે મદદની કરી જાહેરાત

Social Share

ખેડૂતોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહી તે માટે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર 1947થી લઈને અત્યાર સુધી પ્રયાસ કરી રહી છે. ખેડૂતો પર સરકારની મદદનો વરસાદ તો બારે માસ ચાલુ જ રહે છે ત્યારે હવે ખેડૂતોને હજુ પણ વધારે સક્ષમ બનાવવા માટે સરકારે નવી મદદની જાહેરાત કરી છે. આમ તો ખેડૂતો તેમના ખેતરોમાં વિવિધ પ્રકારના પાકનું વાવેતર કરે છે અને અનાજ, ફળો અને શાકભાજીથી લઈને ઔષધીય વનસ્પતિઓનું ઉત્પાદન થાય છે. પરંતુ હવે આ બધાની સાથે ખેડૂતો વીજળી પણ ઉત્પન્ન કરશે.

ખેડૂતોની આવક વધે તે માટે સરકાર તેમને હવે સબસીડી પણ આપશે. ખેડૂતો તેમના કૃષિ કાર્ય માટે વીજળીનો ઉપયોગ કરશે અને જો વધુ હશે તો તેને વેચી પણ શકશે. તેનાથી તેમની આવકમાં વધારો થશે.

દિલ્લીમાં હાલ ખેતરોમાં સોલાર યુનિટ લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત જમીનથી 10 થી 15 ફૂટની ઉંચાઈએ સોલાર પેનલ લગાવવામાં આવશે અને તેની નીચે પહેલાની જેમ જ ખેતી ચાલુ રહેશે.

સૂર્યશક્તિ કિસાન યોજના એ ગુજરાત રાજ્યના પાવર સેક્ટરની ક્રાંતિકારી પહેલ છે. SKY ની યોજનામાં, ખેડૂતો તેમના કેપ્ટિવ વપરાશ માટે વીજળી ઉત્પન્ન કરશે અને બાકી રહેલી વીજળી સરકારને ગ્રીડ દ્વારા વેચશે અને આવક મેળવશે. આ પ્રોજેક્ટમાં ખેડૂતો તેમના ખેતરોમાં સોલાર પેનલનો ઉપયોગ કરીને પોતાની વીજળી ઉત્પન્ન કરશે અને આવક બમણી કરશે. સોલાર પેનલ ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ આપવામાં આવશે, જેમની પાસે પહેલેથી જ વીજળીનું જોડાણ છે.

SKY (Suryashakti Kisan Yojana) વર્ષ-2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા માટેની એક મહત્વકાંક્ષી યોજના છે. અને તે પણ, આ ખેડૂતોને દિવસના સમયે 12-કલાક વીજ પુરવઠો પૂરો પાડશે.