Site icon Revoi.in

પંજાબ સરકારના અનેક વિભાગના કર્મચારીઓને હજુ સુધી નથી મળ્યો પગાર !

Social Share

નવી દિલ્હીઃ પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર દ્વારા ગરીબો અને અન્ય લોકોને વીજળી સહિતની વસ્તુઓમાં રાહત આપવામાં આવી રહી છે, આ વિવિધ લ્હાણીનો મુદ્દો હાલ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, એટલું જ નહીં રેવડી કલ્ચર અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. દરમિયાન પંજાબ સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓને હજુ સુધી પગાર મળ્યો નહીં હોવાનું જાણવા મળે છે. પંજાબના વાહનવ્યવહાર વિભાગ, શિક્ષણ વિભાગ, કૃષિ વિભાગ સહિત આરોગ્ય વિભાગના તબીબોને પગાર મળ્યો નહીં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ જણાવ્યું કે સામાન્ય રીતે 5મી સુધી પગાર મળે છે, પરંતુ આ વખતે 7મી તારીખ સુધી પગાર આવ્યો નથી. જેના કારણે બાળકોની શાળાની ફી, ઘરનું રાશન, હપ્તા વગેરેને ઘણી અસર થઈ રહી છે.

અમૃતસરના કર્મચારી કલ્યાણ સંઘ (આરોગ્ય વિભાગ)ના પ્રમુખ ડૉ. રાકેશ શર્માએ કહ્યું કે સરકારને એક મેમોરેન્ડમ મોકલવામાં આવી રહ્યો છે, અમે 10 વાગ્યા સુધી રાહ જોઈશું નહીં તો સંઘર્ષ શરૂ થશે. દરમિયાન, એવા સમાચાર છે કે પંજાબ સરકાર ભારતીય રિઝર્વ બેંક પાસેથી 1000 કરોડ રૂપિયા ઉધાર લેશે. બીજી તરફ પંજાબના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ કહ્યું કે પગાર રીલીઝ કરવામાં આવ્યો છે.

પંજાબ સરકારના કર્મચારીઓને ઓગસ્ટ મહિનાનો પગાર 7 સપ્ટેમ્બર સુધી મળ્યો ન હતો. જ્યારે પગાર સામાન્ય રીતે મહિનાના પ્રથમ દિવસે મળે છે. પગાર ન મળવાના કારણે કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પંજાબ સિવિલ સચિવાલય સ્ટાફ એસોસિયેશનના પ્રમુખ જસપ્રીત રંધાવાએ કહ્યું કે કર્મચારીઓએ પગારનો મુદ્દો ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે. પરંતુ 7મી સુધી ઓગસ્ટ માસનો પગાર મળ્યો નથી. જ્યારે તેમને તેમનો પગાર મહિનાના પહેલા દિવસે મળે છે.

જસપ્રીત રંધાવાએ કહ્યું કે તેમને ખબર નથી કે પગારમાં વિલંબનું કારણ શું છે અને સરકારની આર્થિક સ્થિતિ શું છે તેની સાથે તેમને શું લેવાદેવા છે. કારણ કે તેમને સરકાર માટે કામ કરવા માટે સમયસર પગાર મળવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે તમામ કર્મચારીઓએ તેમના ઘરનો ખર્ચો ચલાવવાનો હોય છે અને બેંક લોનના હપ્તા પણ ભરવાના હોય છે, જે મહિનાની 5 તારીખ સુધીમાં આપવામાં આવે છે, પરંતુ પગાર ન ચુકવવાથી બધા પરેશાન થઈ રહ્યા છે.