Site icon Revoi.in

પંજાબમાં સ્વાઈન ફ્લૂની એન્ટ્રી – પ્રથમ મોતની ઘટના સામે આવી, જેપી નેતાનું મૃત્યું

Social Share

ચંદિગઢઃ- હાલ ચોમાસાની સિઝનની શરુઆત થી ચૂકી છે ત્યારે કેટલાક રાજ્યોમાં રોગોનો પગપેસારો થવા લાગ્ય ોચે તો બીજી તરફ પંજાબમાં સ્વાઈન ફ્લૂએ દસ્તક આપી છે એટલુ જ નહી સ્વાઈન ફ્લૂના કારણે પંજાબમાં બીજેપી નેતાનું મૃત્યું થયું છે આ રાજ્યમાં સ્વાઈલ ફલૂથી  આ પ્રથમ મોતની ઘટના છે.

પ્રાપ્ત માહિતી અનુસારલપંજાબના લુધિયાણામાં બીજેપી લીગલ સેલના રાજ્ય સહ-સંયોજક સંદીપ કપૂરનું મંગળવારે સ્વાઈન ફ્લૂના કારણએ અવસાન થયુંસંદીપ કપૂરને 10 દિવસથી તાવની ફરીયાદ હતી. તપાસમાં છાતીમાં પણ ઈન્ફેક્શન હોવાની વાત બહાર આલી છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને સ્વાઈન ફ્લૂથી પીડિત હોવાનું જણાવ્યું હતું. 

જોકે બાદમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ મંગળવારે સંદીપનું મોત થયું હતું. હાલમાં જિલ્લામાં સ્વાઈન ફ્લૂના કારણે પ્રથમ મોત નોંધાઈ રહ્યું છે.વિતેલા દિવસને બુધવારે સિવિલ લાઈન્સ સ્મશાનગૃહમાં સંદીપ કપૂરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સંદીપ કપૂર પાર્ટીના સૌથી તેજસ્વી નેતાઓમાંના એક હતા. કપૂરે પોતાની રાજકીય કારકિર્દી એબીવીપીથી શરૂ કરી હતી. આ પછી તેઓ આરએસએસ અને પછી બીજેપીના સક્રિય નેતા હતા. ભાજપ માટે સારું કામ કર્યું તો પાર્ટીએ યુવા મોરચાના જિલ્લા પ્રમુખ બનાવ્યા.