Site icon Revoi.in

જાણો બોલિવૂડ કયા ફેમસ કપલે 22 કરોડનો આલિશાન બંગલો ખરીદ્યો ,જ્યાં શાહરુખ અને વિરુષ્કાનું ફાર્મહાઉસ પણ છે

Social Share

મુંબઈઃ- ફિલ્મ જગતમાં જાણીતું કપલ એટલે દીપિકા પાદુકોણ અને તેના પતિ રણવીર સિંહ જેઓ બોલિવૂડની ચર્ચામાં મોખરે રહે છે, બન્ને વેચ્ચેની કેમેસ્ટ્રિ હંમેશથી લોકોને ગમે છે, ત્યારે હવે તેમણે મુંબઈના અલીબાગમાં 22 કરોડ રૂપિયામાં આલીશાન બંગલો ખરીદ્યો છે.  9 હજાર  ચોરસ મીટર જમીન પર બનેલા આ બંગલામાં 5 બેડરૂમ છે. બોલિવૂડના જાણીતા કપલ માટેનું હવે આ હોલિડે હોમ હશે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ગયા અઠવાડિયે અલીબાગમાં રજિસ્ટ્રાર ઓફિસની બહાર જોવા મળ્યા હતા. અલીબાગમાં રજિસ્ટ્રાર કચેરીમાંથી બંને બહાર આવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રણવીર દીપિકાનો હાથ પકડીને ઓફિસમાંથી બહાર નીકળી રહ્યો છે.એક એહવાલ પ્રમાણે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે અલીબાગમાં જે જમીન ખરીદી છે તેમાં બે બંગલા છે. આ સિવાય, એક નાળિયેર અને સોપારીનો બગીચો પણ છે.

અભિનેત્રી દીપિકા અને અભિનેતા રણવીર સિંહ પહેલા ઘણા સ્ટાર્સે અહીં પોતાનું ફાર્મહાઉસ બનાવ્યું છે, જેમાં શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી અને રાહુલ ખન્નાનું ફાર્મ હાઉસ આસપાસમાં જ સ્થિતિ છે.એટલે એમ કહી શકાય છે વિરુશ્કા અને શાહરુખના હોલિડેના નેબર બનશે રણદીપ.
ઉલ્લેખનીય છે કે દીપિકા અને રણવીર હાલમાં મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં એક આલીશાન 4 બીએચકે એપાર્ટમેન્ટમાં રહે છે. આ એપાર્ટમેન્ટ દીપિકા પાદુકોણે વર્ષ 2010 માં ખરીદ્યું હતું અને લગ્ન બાદ તે રણવીર સાથે આ ફઅલેટમાં શિફ્ટ થઈ ગઈ હતી.

રિયલ એસ્ટેટ સેક્ટરમાં એનાલિસીસ અને રિસર્ચ કરનારા ઝેપકી. કોમ પરથી મળતી માહિતી પ્રમાણે આ બંનેએ પોતપોતાની કંપનીઓ દ્વારા બંગલો ખરીદ્યો છે. બંગાળીના ખરીદદારો કેએ એન્ટરપ્રાઇઝ એલએલપી અને આરએસ વર્લ્ડવાઇડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ છે. દીપિકા કેએ એન્ટરપ્રાઇઝમાં ભાગીદાર છે, જ્યારે રણવીર આરએસ વર્લ્ડવાઇડ એન્ટરટેઇનમેન્ટમાં ડિરેક્ટર છે. આ મિલકત રાજેશ એસ જગ્ગી પાસેથી ખરીદવામાં આવી છે. બંનેએ આ બંગલા માટે 1.32 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી દીધી છે.