Site icon Revoi.in

એલન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ વચ્ચે થનારી ફાઇટનું થશે X પર થશે લાઇવ સ્ટ્રીમિંગ, તેમાંથી મળનારી રકમનું કરાશે દાન

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી ટ્વિટર કે જેનું નામ બદનીવે હવે X કરાયું છે તે ચર્ચામાં છે.ફેસબૂકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને એલન મસ્ક વચ્ચે ફાીટ થશે અને હવે તેનું સ્ટ્રિમિંગ એક્સ પર લાઈવ દેખાડવામાં પણ આવશે આ બબાતનો ખુલાસો થઇ ચૂક્યો છે.

પ્રાપ્તત વિગત પ્રમાણે  બે પીઢ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના વડા માર્ક ઝુકરબર્ગ અને એક્સ એલોન મસ્ક વચ્ચેની પ્રસ્તાવિત કેજ ફાઈટને લાઈવ જોઈ શકશે. આની જાહેરાત કરતા, એલન મસ્કએ કહ્યું કે તે X પર લાઇવ-સ્ટ્રીમ થશે.

 રોઇટર્સ એહવાલની જો માનીએ તે આ ફાઈટમાંથી જે પણ કંઈક આવક થશે તેને ચેરિટી માટે દાન કરવામાં આવશેએલોન મસ્કે રવિવારે સવારે એક્સ પરની એક પોસ્ટમાં વધુ વિગતો શેર કર્યા વિના કહ્યું, – ઝુક વિ મસ્ક ફાઇટ (માર્ક ઝકરબર્ગ સાથે એલન મસ્ક કેજ ફાઇટ) X પર લાઇવ-સ્ટ્રીમ થશે. આમાંથી થતી આવક ચેરિટીમાં આપવામાં આવશે.

જો કે એલન મસ્કનું એક્સ તો કમાણી કરી શકશે તેવી સંપૂર્મ આશાઓ સેવાઈ રહી છે પરંતુ તેનાથી વિપરી જ્યારે ઝુકરબર્ગા નવા લોન્ચ કરેલા માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ થ્રેડ્સ પર ધ્યાન દોર્યું કે X એ નાણાં એકત્ર કરવા માટે વિશ્વસનીય પ્લેટફોર્મ નથી.આ રીતે બન્ને વચ્ચે શાબ્દિક વોર તો અત્યારથી જ શરુ થઈ ચૂક્યું છે.

https://l.facebook.com/l.php?u=https%3A%2F%2Fwww.threads.net%2F%40zuck%2Fpost%2FCvneFkSS5JT&h=AT1y8Yq4LcGzTnL2IDW3OkEytEkL1HgOc0rz_lHE5RbTgrb7449-22OcUKYtB0s4utQp1Q9y7aQVHdsMmBSEnNrNs5Y0u8JO3WgWkvYuW4JQ_smhWM_02ep2uRg

મેટાના સીઇઓ ઝુકરબર્ગે ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ પર લડતની જાહેરાત કરતા મસ્કના ટ્વિટનો સ્ક્રીનશોટ શેર કર્યો. આ પોસ્ટમાં, ઝકરબર્ગે મસ્ક પર ટિપ્પણી કરી, “શું આપણે વધુ વિશ્વસનીય પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવો જોઈએ જે ખરેખર ચેરિટી માટે નાણાં એકત્ર કરી શકે?”
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માર્ક ઝુકરબર્ગે ટ્વિટર જેવું પોતાનું નવું પ્લેટફોર્મ થ્રેડ્સ લોન્ચ કર્યું છે. ત્યારથી, બંને અબજોપતિઓ વચ્ચે લડાઈ જોવા મળી રહી છે. હવે એલોન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ વચ્ચેની રિંગમાં ફાઇટ જોવા માટે દર્શકો પણ ઉત્સુક બન્યા છે જે વિશ્વની બે સોસિયલ મીડિયા સીઈઓની પહેલી અને રોમાચંક ફાઈટ છે.