Site icon Revoi.in

સલમાન ખાનની ફિલ્મ ‘કિસીકા ભાઈ કિસી કી જાન’નું ફર્સ્ટ ડે કલેક્શન ઘાર્યા કરતા ઓછું

Social Share

મુંબઈઃ- વિતેલા દિવસના રોજ બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ કિલી કા ભાઈ કિસી કી જાન રિલીઝ થયું છે, ફિલ્મના રિલ્ઝી પહેલા આ ફિલ્મની ઓપનિંગ શાનદાર થવાની ઘારણા હતી જો કે ફિલ્મે પ્રથમ દિવેસ ખૂબ જ ખરાબ કલેક્શન કર્યું છે,ઘાર્યા કરતા આ ફિલ્મે ખૂબ ઓછુ કલેક્શન કર્યું છે

ફિલ્મના જે રીતે વખાણ થઈ રહ્યા હતા તેના થી વિપરીત આ ફિલ્મે બોક્સ ઓફીસ પર પહેલા દિવસે કઈ ખાસ કમાણી કરી નથી,જો કે બીજી ખાસ વાત એ પણ છે કે આજે શનિવાર અને આવતી કાલે રવિવાર તથા ઈદનો તહેવાર હોવાથી સલમાનની આ ફિલ્મને વિકેન્ડનો સારો લાભ મળી શકે છે.

સલમાન ખાન સ્ટારર કિસી કા ભાઈ કિસી કી જાન આગલા દિવસે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. તે જ સમયે, ચાર વર્ષની લાંબી રાહ પછી, ઈદના અવસર પર ભાઈજાનની ફિલ્મ રિલીઝ થવાને લઈને ચાહકોમાં ખાસ ઉત્તેજના છે. જોકે, ધમાકેદાર પ્રમોશન અને ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ કમાણીના મામલે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ નથી કરી રહી.

આ ફિલ્મે પહેલા દિવસે લગભગ 12-14 કરોડની કમાણી કરી છે, જે સલમાન ખાનની 10 વર્ષમાં સૌથી ખરાબ ઓપનિંગ કહી શકા છે. જોકે, પ્રથમ દિવસ કામકાજનો દિવસ હોવાને કારણે આવકમાં કોઈ વધારો થયો નથી. પરંતુ ઈદના અવસર પર અને વીકેન્ડની રજાના દિવસે ફિલ્મ કેટલી કમાણી કરે છે તે જોવું રહ્યું.

આ સાથે જ સ્ટાર્ટીંગ ડે પર આ કલેક્શન બાદ એક વિકમાં આ ફિલ્મ  100 કરોડનો આંકડો પાર કરે છે કે નહીં તે જોવાનું રહેશે. આટલું જ નહીં, રિપોર્ટ્સનું માનીએ તો સલમાન ખાનની કિસી કા ભાઈ કિસી કી જાન રણબીર કપૂરની તુ ઝૂથી મેં મક્કરને ટક્કર આપતી જોવા મળી રહી છે.