Site icon Revoi.in

હિમાચલ પ્રદેશમાં શરુ થયો સૌર ઊર્જાથી સંચાલિત પ્રથમ કોલ્ડ સ્ટોરેજ – મોબાઈલ એપ દ્વારા થાય ઓપરેટ

Social Share

 

શિમલાઃ- દેશભરમાં ઘણા રાજ્યોમાં ઘણા વિસ્તારોમાં સૌર ઉર્જાથી ચાલતા પ્લાન્ટ જોવા મળએ છે, જો કે અત્યાર સુધી હિમાચલ પ્રદેશ આ બબાતથી વંચિત હતું ત્યારે હવે સૌર ઉર્જા પર ચાલતો રાજ્યનો પ્રથમ મોડ્યુલર કોલ્ડ સ્ટોર શિમલા જિલ્લાના ચિદગાંવ તાલુકાની શિલાદેશ પંચાયતમાં શરૂ થઈ ચૂક્યો છે.

હિમાચલના  આ કોલ્ડ સ્ટોરની સ્થાપના જર્મનીની GIZ સંસ્થા દ્વારા માળીઓ માટે નિદર્શન તરીકે કરવામાં આવી છે. તેમાં એક સમયે 1100 બોક્સ રાખવાની ક્ષમતા છે, જેને ચાર મહિના સુધી સુરક્ષિત રાખી શકાય છે. સ્ટોર મોબાઈલ એપ દ્વારા ઓપરેટ કરી શકાય છે.

આ વિસ્તારમાં આધુનિક મોડ્યુલર કોલ્ડ સ્ટોર્સની રજૂઆત ચૌવારા વેલી એપલ સોસાયટીના પ્રયાસોને કારણે શક્ય બની છે. સીઝન દરમિયાન સફરજનના ઘટતા ભાવ વચ્ચે ડોર ટુ ડોર કોલ્ડ સ્ટોરની સુવિધા માળીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે.

જર્મનીની GIZ સંસ્થા દ્વારા શિલાદેશમાં માળી વીરેન્દ્ર બશાતાના સહયોગથી મોડ્યુલર કોલ્ડ સ્ટોરની સ્થાપના કરવામાં આવી છે. જરૂર પડ્યે તેને વીજળીથી પણ ચલાવી શકાય છે. મોડ્યુલર કોલ્ડ સ્ટોર સંપૂર્ણપણે આધુનિક છે, જેને દૂરથી ઓપરેટ કરી શકાય છે.

કોલ્ડ સ્ટોરમાં કોઈપણ ટેકનિકલ ખામી હોય તો રિમોટથી દૂર બેસીને પણ સુધારી શકાય છે. મોડ્યુલર કોલ્ડ સ્ટોર સફરજન માટે જરૂરી તાપમાન અને ભેજને નિયંત્રિત કરે છે. સ્ટોરનું તાપમાન શૂન્ય °C સુધી નીચે લઈ જઈ શકાય છે. સંસ્થા સ્થાનિક માળીની મદદથી આંધ્રના ચિરગાંવમાં બીજો કોલ્ડ સ્ટોર સ્થાપી રહી છે.

Exit mobile version