Site icon Revoi.in

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નાગપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે

Social Share

દિલ્હી:ભારતીય ટીમ આજથી (9 ફેબ્રુઆરી) ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ શરૂ કરવાની છે.બંન્ને ટીમો વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમાવાની છે, જેની પ્રથમ મેચ નાગપુરમાં સવારે 9.30 વાગ્યાથી રમાશે.આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને આઈસીસી રેન્કિંગના સંદર્ભમાં ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ સિરીઝ માટે રોહિત શર્મા ભારતીય સુકાની છે, જ્યારે કેએલ રાહુલને વાઇસ કેપ્ટન્સી સોંપવામાં આવી છે.ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયા છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયા સામે દબદબો જમાવી રહી છે.ઓસ્ટ્રેલિયાની ટીમે છેલ્લે 2014માં ભારતીય ટીમથી ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ જીતી હતી.

2014થી અત્યાર સુધી ત્રણ ટેસ્ટ સિરીઝ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે કાંગારૂઓને હરાવ્યા હતા.આવી સ્થિતિમાં ફરી એકવાર ભારતીય ટીમ આ સિરીઝ જીતીને ઈતિહાસ રચવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.છેલ્લી વખત 2020-21માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝ 2-1થી જીતી હતી.

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 102 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ 43માં જીત મેળવી છે. ભારતીય ટીમે 30 ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે, જ્યારે 28 ટેસ્ટ મેચ ડ્રો રહી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચનો રેકોર્ડ

કુલ ટેસ્ટ મેચ: 102

ભારત જીત્યું: 30

ઓસ્ટ્રેલિયા જીત્યું: 43

ડ્રો: 28

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ 2023: • પ્રથમ ટેસ્ટ – 9 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી (નાગપુર)• બીજી ટેસ્ટ – 17 થી 21 ફેબ્રુઆરી (દિલ્હી)• ત્રીજી ટેસ્ટ – 1 થી 5 માર્ચ (ધરમશાલા)• ચોથી ટેસ્ટ – 9 થી 13 માર્ચ (અમદાવાદ)• પહેલી ODI – 17 માર્ચ (મુંબઈ)• બીજી ODI – માર્ચ 19 (વિશાખાપટ્ટનમ)• ત્રીજી ODI – 22 માર્ચ (ચેન્નઈ)