Site icon Revoi.in

મેક્સિકો, અમેરિકા અને કેનેડામાં જોવા મળ્યું વર્ષની પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ

Social Share

નવી દિલ્હીઃ આ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ વિશ્વમાં પ્રથમ વખત મેક્સિકોના મઝાટેઇન શહેરમાં જોવા મળ્યું હતું. મેક્સિકોના સ્થાનિક સમય અનુસાર સવારે 11:07 વાગ્યે સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. જેના કારણે મેક્સિકોનો પ્રશાંત તટ સંપૂર્ણ રીતે અંધકારમાં ડૂબી ગયો હતો. દિવસ રાતના દ્રશ્ય જેવો લાગ્યો.

ભારત સિવાય આ સૂર્યગ્રહણ મેક્સિકો, ઉત્તર અમેરિકા, કેનેડા, જમૈકા, આયર્લેન્ડ, ઈંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર, ક્યુબા, ડોમિનિકા, કોસ્ટા રિકા, પશ્ચિમ યુરોપ, ફ્રેન્ચ પોલિનેશિયા, પેસિફિક, એટલાન્ટિક અને આર્કટિકમાં પણ જોવા મળ્યું હતું.

ભારતીય સમય અનુસાર, તે 8 એપ્રિલે રાત્રે 9:12 વાગ્યે શરૂ થયું હતું અને 09 એપ્રિલના રોજ સવારે 2:22 વાગ્યે સમાપ્ત થયું હતું. તેની કુલ અવધિ 5 કલાક 10 મિનિટ હતી. આ દરમિયાન 4 મિનિટ અને 11 સેકન્ડ સુધી આકાશમાં અંધારું છવાઈ ગયું હતું.આ કોસ્મિક ક્ષણના સાક્ષી બનવા માટે સમગ્ર ઉત્તર અમેરિકામાંથી લોકો ઉમટી પડ્યા હતા.