Site icon Revoi.in

કોરોના રસીકરણનો આરંભઃ દેશમાં પ્રથમ રસી એઈમ્સના સફાઈ કર્મચારીને આપવામાં આવી

Social Share

દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી કોરોના રસીકરણનો આરંભ કરાવ્યો હતો. દરમિયાન ભારતમાં સૌ પ્રથમ રસી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)ના સફાઈ કર્મચારીને લગાવવામાં આવી હતી. આ પ્રસંગ્રે દેશના આરોગ્ય મંત્રી અને એઈમ્સના ડાયરેકટર પણ ઉપસ્થિત રહ્યાં હતા.

કોરોના સામેની લડાઈમાં શરૂ કરાયેલા રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવશે. એઈણ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા અને નીતિ આયોગના સભ્ય ડો વી.કે.પોલે પણ કોરોનાની રસી લીધી હતી. જો કે, ભારતમાં સૌ પ્રથમ રસી એઈમ્સના સફાઈ કર્મચારી મનિષ કુમારને આપવામાં આવી હતી. મનિષ કુમાર કોરોનાની રસી લેનારો ભારતનો પ્રથમ નાગરિક બન્યો છે. મનિષ કુમારે જણાવ્યું હતું કે, મારો અનુભવ ખુબ સારો રહ્યો છે. કોરોનાની રસીને લઈને કોઈ આશંકા ન હતી. હું મારા દેશની સેવા કરતો રહીશ. કોરોનાની રસીને લઈને લોકોએ ગભરાવવાની જરુર નથી. મારા મનમાં જે ડર હતો તે પણ નીકળી ગયો છે. તમામ લોકોએ રસી લગાવવી જોઈએ.