Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન વેપાર સંબંધોને લઈને ભારતની મુલાકાતે આવશે

Social Share

દિલ્હી:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધારે વેગ આપવા માટે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પીએમ ટોની એબોટ ભારતની મુલાકાતે આવશે. ઓસ્ટ્રેલિયન મંત્રીએ કહ્યું કે, ભારત સાથે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને ઉત્તેજીત અને વિસ્તૃત કરવાના ઓસ્ટ્રેલિયાના મહત્વાકાંક્ષી એજન્ડાને આગળ વધારવાની આ એક તક હશે. ભારતની મુલાકાત દરમિયાન એબોટ ભારતીય પ્રધાનો અને વેપારી નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.

ઓસ્ટ્રેલિયાના શિક્ષણ અને યુવા મંત્રી ડેન તેહાને જાહેરાત કરી હતી કે, તેમના દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની એબોટ ઓગસ્ટની શરૂઆતમાં ભારતની મુલાકાત લેશે. આ મુલાકાત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ ભારત-ઓસ્ટ્રેલિયાના આર્થિક અને વેપાર સંબંધોમાં પ્રગતિ લાવવા જઈ રહી છે.

ઓસ્ટ્રેલિયામાં પણ કોરોનાનો કહેર ચાલુ છે. દેશના સૌથી મોટા શહેર સિડનીમાં બીજા મહિના માટે લોકડાઉન લાદવામાં આવ્યું છે. કોરોના વાયરસનું ડેલ્ટા વેરિએન્ટ છેલ્લા મહિનાથી ઓસ્ટ્રેલિયામાં તબાહી મચાવી રહ્યું છે. લોકડાઉન હોવા છતાં ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. સિડનીમાં લોકડાઉનને વધુ 4 અઠવાડિયા સુધી લંબાવતા અધિકારીઓએ પોલીસને કડક રહેવાની સૂચના આપી છે. ઓસ્ટ્રેલિયન શહેર સિડનીમાં ન્યૂ સાઉથ વેલ્સની રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે સિડની શહેરમાં લોકડાઉન ઓછામાં ઓછું 28 ઓગસ્ટ સુધી રહેશે. આવી સ્થિતિમાં, અહીં દરેકને સાવચેતી રાખવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે.