Site icon Revoi.in

અમદાવાદ નજીક લાખોની પ્લાસ્ટિકની સીટ સાથેનો ટ્રક લઇને ફરાર થયેલા આરોપીઓ ઝડપાયા

Social Share

અમદાવાદ : શહેર નજીકના અસલાલીમાંથી પાર્કિંગમાં પડેલી ટ્રક સહિત લાખોની પ્લાસ્ટિક સીટ ચોરીના મામલામાં અસલાલી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. અસલાલી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશનની ટ્રકો પાર્ક થતી હોય છે. થોડા મહિના અગાઉ આ જ રીતે એક ટ્રક પાર્ક થઇ હતી. જે ટ્રકમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ હતો અને આ લાખો રૂપિયાનો મુદ્દામાલ કલોલથી લોડ કરવામાં આવ્યો હતો.અને ડીલીવરી કેરલા પહોંચાડવાની હતી. તે પહેલા જ માલ-સામાન સાથે ટ્રકની લૂંટ થઈ હતી.

અસલાલી પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ-ચાર મહિના પહેલા ટ્રકના ડ્રાઈવરે પોતાની લાંભા હાઈવે પર આવેલા ટ્રાન્સપોર્ટના પાર્કિગમાં પોતાની ટ્રક પાર્ક કરીને જતો રહ્યો હતો. ટ્રકની ચાવી અંદર જ ભૂલી ગયો હતો. આ સમય દરમિયાન  કોઈ અજાણ્યા વ્યક્તિઓએ આ ટ્રકના પાર્કિંગમાંથી માલસામાન સહિત ટ્રકની ચોરી કરી લીધી હતી. જેની ફરિયાદ અસલાલી પોલીસ મથકે નોંધાવવા આવી હતી. આ ટ્રકમાં રહેલો ૨૨ લાખ રૂપિયાનો માલ કેરેલા પહોંચાડવાનો હતો. પરંતુ  દિવાળીનો તહેવાર હોવાથી ડ્રાઈવરે કન્ટેનર સાથેનો ટ્રક અમિત એક્સપ્રેસ ગોડાઉનમાં પાર્ક કરી દીધી હતી અને બાદમાં પોતાના વતન જતો રહ્યો હતો. ટ્રક લગભગ દસેક દિવસ ગોડાઉનમાં જ રહી હતી અને બાદમાં એક દિવસ એકા-એક ટ્રક ગોડાઉનમાંથી ગાયબ થઈ ગઈ હતી. જેની જાણ ટ્રક માલિકને થતા સમગ્ર મામલે પોતાની ટ્રક મુદ્દા માલ સાથે ચોરી થઇ ગઈ હતી. જેમાં આજે અસલાલી પોલીસે રાજસ્થાન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓમાંથી આરોપી મેહબુબઅલી સાદબ રંગરેજ સહિત બે લોકોની કસ્ટડી મેળવી છે. સમગ્ર બાબતમાં આરોપી મેહબુબઅલીની ભૂમિકાએ હતી કે, તેણે ચોરી કરેલો ટ્રક વેચાણથી લીધો હતો ત્યારે હવે અસલાલી પોલીસે આ ગુનામાં ફરાર એવા અન્ય આરોપીઓને શોધવા માટે કવાયત હાથ ધરી હતી.

અસલાલી પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં આવેલા આરોપીઓ મેહબુબઅલી સાદબની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ કેસમાં કુલ ચાર આરોપીઓ સંડોવાયેલા છે ત્યારબાદ હવે અસલાલી પોલીસે સો પ્રથમ મુદ્દમાલ રિકવરી માટેની કવાયત હાથ ધરી હતી. આ બનાવમાં  રાજવીર સૈની અને પ્રભોવ જૈન કે જેમણે ટ્રકમાં  રહેલો સિન્ટેક્સ કંપનીનો મુદ્દામાલ વેચાતો લીધો હતો.અને આ બંને આરોપીઓની રાજસ્થાનના સાગવાડા પાસેથી અસલાલી પોલીસે ધરપકડ કરી લીધી હતી. શરૂઆતમાં રૂપિયા 15 લાખનો મુદ્દામાલ એક રાજસ્થાન નજીક સાગવાડા નજીકના એક ગામમાં આવેલા ગોડાઉનમાંથી અસલાલી પોલીસે કબજે કરી લીધો હતો. આરોપી રાજવી સૈનીએ અન્ય રૂપિયા સાત લાખનો મુદ્દમાલ ઉદેપુર ખાતે રાખેલો હતો તે તમામ મુદ્દમાલ રૂપિયા 20 લાખનો મુદ્દા માલ અસલાલી પોલીસે કબજે કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે, હાલ આ કેસમાં અસલાલી પોલીસની ગિરફતમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. જેમાં મેહબૂબઅલી રંગરેજ, રાજવીર સૈની અને પ્રભોવ જૈન એમ કુલ ત્રણ આરોપોની ધરપકડ કરી લીધી છે. અન્ય બે આરોપીઓ કાસીમ પઠાણ અને ઇમરાન નામના બન્ને આરોપીઓ હાલ પોલીસ ચોપડે વોન્ટેડ છે કે જેમાંથી એક આરોપીએ ટ્રક તથા મુદ્દમાલની ચોરી કરી કરી હતી. હાલ પોલીસે ફરાર બંને આરોપીઓને શોધી કાઢવા સારૂ કવાયત હાથ ધરી છે.