Site icon Revoi.in

સરકારની અણઘડ નીતિને કારણે મોંઘવારીએ વધી, ગૅસ સિલિન્ડરમાં સરકારે સબસિડી પણ બંધ કરી દીધીઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદ : સરકારની અણઆવડતને લીધે મોંઘવારીએ માઝા મુકી છે. પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવ વધારા બાદ રાંધણ ગેસના ભાવ વધારાના પગલે ગૃહિઓનુ બજેટ ખોરવાયું છે. ભાજપ સરકારે LPG સિલિન્ડરની સબસીડી હજમ કરીને દેશના 95 ટકા લોકોને મોંઘવારીના દાવાનળમાં ધકેલી દીધા છે તેમ પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2020-21 ના કેન્દ્રીય બજેટમાં LPG સિલિન્ડર માટે ₹40,915 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જેની સામે વર્ષ 2021-22 ના બજેટમાં LPG સિલિન્ડર સબસીડી માટે માત્ર ₹14,000 કરોડ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે ₹26,915 કરોડનો સીધો માર લોકો ઉપર નાંખવામાં આવ્યો છે.  ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ અને LPG સિલિન્ડરના વધતા ભાવો માટે આંતરાષ્ટ્રીય બજારને જવાબદાર ગણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી છે. શું આ સબસીડી ઉપર કાપ પણ આંતરાષ્ટ્રીય બજારે મુક્યો છે? શું સરકારનું કામ માત્ર ટેક્સ ઉઘરાવવાનું છે, લોકોને રાહત આપવાની કોઈ જવાબદારી નથી?

ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ સરકારને આડે હાથે લેતાં કહ્યુ હતું કે,    મંદી, મોંઘવારી, અને મહામારીમાં પરેશાન જનતા ભાજપ સરકારની છેતરપીંડીનો ભોગ બની રહી છે. અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરીને સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે . દેશના જીડીપી વધારવાનો વાયદો કરનાર ભાજપ સરકારમાં જીડીપીમાં સતત ઘટાડો અને ગેસ , ડીઝલ , પેટ્રોલના  સતત ભાવ વધારાથી પ્રજા પરેશાન છે. વર્ષ ૨૦૨૦ માં જાન્યુઆરી ૧૭૬.૪૩ સબસીડી મળીને વર્ષ ૨૦૨૧માં ૨૧.૪૩ રૂપિયા સબસીડી કરી દેવામાં આવશે. મોટા ભાગના પરિવારોને આ ગેસ સબસીડી પણ શૂન્ય કરી દેવામાં આવી છે