Site icon Revoi.in

કોરોના રસી લગાવવા પર સરકાર આપી રહી છે 5 હજાર રૂપિયા ! કરવું પડશે આ કામ

Social Share

દિલ્હીઃ  દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે વેક્સીનેશન પ્રોગ્રામમાં તેજી જોવા મળી રહી છે. સરકાર લોકોને વેક્સીન આપવાની સાથે લોકોને વેક્સીન વિશે પણ જાગૃત કરી રહી છે. સરકાર સોશિયલ મીડિયાથી લઈને જમીન સ્તર પર રસીકરણને પ્રોત્સાહન આપી રહી છે. હવે કેટલાક રસીકરણ કેન્દ્રો પર વેક્સીનેશનને પ્રોત્સાહન આપવા માટે ભેટો પણ આપવામાં આવી રહી છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે વેક્સીનેશનથી સંબંધિત એક કોન્ટેસ્ટ શરૂ કરી છે,જેના માધ્યમથી વેક્સીન લગાવનાર લોકોને 5000 રૂપિયાનું ઇનામ આપવામાં આવી રહ્યું છે.

એવામાં આ 5 હજાર રૂપિયા કોને મળી શકે છે. અને આ કોન્ટેસ્ટના નિયમો અને પ્રોસેસ શું છે, જો તમે પણ રસી લઇ લીધી છે તો તમે પણ આ ખાસ રીતે આ કોન્ટેસ્ટમાં ભાગ લઇ શકો છો અને કોન્ટેસ્ટમાં કેટલાક પસંદ કરેલાં લોકોને 5 હજાર રૂપિયા આપવામાં આવશે. ચાલો જાણીએ આ કોન્ટેસ્ટથી જોડાયેલ વાત

કોણ ભાગ લઈ શકે છે?

આ કોન્ટેસ્ટમાં રસી લેનાર લોકો અને તેમના કુટુંબીઓ ભાગ લઇ શકે છે. તમારે ઓનલાઇન માધ્યમથી એન્ટ્રી મોકલવાની રહેશે. અને જો તમારી એન્ટ્રી પસંદ કરવામાં આવે છે, તો તમને 5000 રૂપિયા આપવામાં આવશે.

શુ કરવુ પડશે ?

જો તમે કોન્ટેસ્ટમાં ભાગ લેવા માંગતા હો,તો તમારે રસી લેતી વખતે તમારો પોતાનો અથવા કોઈ પરિવારના સભ્યનો ફોટો શેર કરવો પડશે. જો તમારા ઘરમાં કોઈએ વેક્સીન લઇ લીધી છે અથવા તમે વેક્સીન લીધી છે. તો તમારે ફોટો સાથે ટેગલાઇન પણ આપવી પડશે,જેથી તમને ખબર પડે કે વેક્સીનેશનનું શું મહત્વ છે.

કેવી રીતે અરજી કરવી?

આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારે Mygov વેબસાઇટ દ્વારા કોન્ટેસ્ટમાં ભાગ લેવો પડશે. તમે સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને આ કોન્ટેસ્ટના વિકલ્પમાં માંગવામાં આવેલી માહિતી ભરો અને તમારી એન્ટ્રી સબમિટ કરો. આ પછી સરકાર દ્વારા બેસ્ટ એન્ટ્રીની પસંદગી કરવામાં આવશે.

ઇનામ કોને મળશે?

આ કોન્ટેસ્ટ દ્વારા દર મહિને 10 એન્ટ્રીની પસંદગી કરવામાં આવશે.એવામાં એન્ટ્રી સિલેક્શન પર 5000 રૂપિયા આપવામાં આવશે. MYgov ની સત્તાવાર ટ્વિટ તેના વિશે માહિતી આપે છે અને વિજેતા વિશે કહેવામાં આવે છે.

તમે ક્યાં સુધી અરજી કરી શકો છો?

આ કોન્ટેસ્ટ 2021 માં ચાલુ રહેશે. અને તમે 31 ડિસેમ્બર 2021 સુધી અરજી કરી શકો છો.