Site icon Revoi.in

કોરોનાને લઈને સરકારનો મોટો નિર્ણય, આજથી દેશમાં બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ

Social Share

અમદાવાદ: કોરોનાવાયરસની ત્રીજી લહેરે દેશમાં દસ્તક આપી દીધી છે. આવતાની સાથે જ હાલ દેશમાં મોટી સંખ્યામાં કેસ નોંધાવાનું શરૂ થયું છે ત્યારે ફરીવાર કોરોનાને માત આપવા માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા હવે લોકો બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે.

જાણકારી અનુસાર આજથી દેશમાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ અને અન્ય ગંભીર બીમારીઓથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસીનો પ્રિકોશન ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રવિવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે એક કરોડથી વધુ ફ્રન્ટલાઈન કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકોને એસએમએસ મોકલીને સાવચેતીના ડોઝ માટે યાદ અપાવવામાં આવ્યા છે.

સૂત્રોથી મળતી જાણકારી અનુસાર એક અંદાજ મુજબ, 1.05 કરોડ હેલ્થ વર્કર્સ, 1.9 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના 2.75 કરોડ લોકો અન્ય ગંભીર બીમારીઓથી પીડિત લોકોને પ્રોગ્રામ મુજબ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને રાષ્ટ્રને તેમના સંબોધનમાં નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ત્રીજી રસી તરીકે સાવચેતીના ડોઝની રજૂઆતની જાહેરાત કરી હતી. એમ પણ કહ્યું કે આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટલાઈન વર્કર્સને પણ રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તે જ રસી બુસ્ટર ડોઝમાં આપવામાં આવશે જે પ્રથમ બે ડોઝમાં આપવામાં આવી હશે. જો covaxinના પ્રથમ બે ડોઝ લેવામાં આવે તો ત્રીજો ડોઝ પણ covaxinનો લેવામાં આવશે. તેવી જ રીતે, જો પ્રથમ બે ડોઝ કોવિશિલ્ડના લીધા છે છે તો ત્રીજો ડોઝ પણ કોવિશિલ્ડનો જ લેવાનો રહેશે.