Site icon Revoi.in

કેન્દ્ર સરકાર બાદ ગુજરાત સરકાર પણ પેપરલેસ બજેટ રજૂ કરશે

Social Share

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. હવે ગુજરાતમાં પણ બજેટને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર પણ પેપરલેસ બજેટ રજૂ કરશે. તેમજ બજેટની માહિતી ધારાસભ્યો અને અધિકારીઓને પેન ડ્રાઈવમાં આપવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારનું બજેટ સત્ર આગામી તા. 1લી માર્ચના રોજ શરૂ થઈ રહ્યું છે. તેમજ સરકાર વર્ષ 2021-22નું બીજી માર્ચે બજેટ રજૂ કરશે. સરકાર દ્વારા બજેટને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન કરકસરના ભાગરૂપે બજેટ ચોપડા સ્વરૂપમાં આપવાને બદલે પેન ડ્રાઈવમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વર્ષે માત્ર 150 કોપી પ્રિન્ટ કરવામાં આવશે જે લાઇબ્રેરી માટે અનામત રાખવામાં આવી છે. તમામ સાહિત્ય પેનડ્રાઈવમાં આપીને કાગળની મોટાપાયે બચત કરાશે તેમજ પ્રિન્ટિંગ ખર્ચમાં પણ બચત કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બજેટને લઈને સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ વિધાનસભાનું આ બજેટ સત્ર મોંધવારી અને ખેડૂતો સહિતના મુદ્દે તોફાની રહેવાની શકયતા છે.

Exit mobile version