Site icon Revoi.in

રાજ્યમાં ‘ગુજરાત ખરીદ નીતિ-2024’નો 1 એપ્રિલથી અમલ થશે

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દ્વારા ‘ગુજરાત ખરીદ નીતિ-2024’ની જાહેરાત કરવામાં આવી છે, જે તા. 1 એપ્રિલ 2024થી અમલમાં આવશે. આ નવી પ્રોક્યોરમેન્‍ટ પોલિસી રાજ્યના તમામ સરકારી વિભાગો, HODs, જિલ્લા કચેરીઓ, સત્તાવાળાઓ, ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓ/બોર્ડ્સ/નિગમો/સોસાયટીઓ દ્વારા વસ્તુ અને સેવાઓના પ્રોક્યોરમેન્ટને આવરી લેશે.

રાજ્યમાં હાલ ‘ગુજરાત રાજ્ય ખરીદ નીતિ-2016’ અમલમાં છે. તેની સફળતા બાદ આ નવી પોલિસી રાજ્યના સૂક્ષ્મ અને નાના એકમો પાસેથી પ્રોક્યોરમેન્ટને પ્રોત્સાહન પૂરું પાડવામાં વધુ ઉપયુક્ત બનશે.  નવી ખરીદ નીતિ સૂક્ષ્મ, કુટિર, નાના સાહસો, ખાસ કરીને એસસી/એસટી અને મહિલા ઉદ્યોગસાહસિકોની માલિકીની ખરીદીને પ્રોત્સાહિત કરશે. તેમજ અન્ય સપ્લાયર્સની તુલનામાં ગુજરાત સ્થિત MSEs પાસેથી પણ પ્રોક્યોરમેન્ટને સમર્થન આપશે. તેમજ ગુજરાતના સ્ટાર્ટઅપ્સમાંથી પણ આ પોલિસી અંતર્ગત પ્રોક્યોરમેન્ટને પ્રેરિત કરશે. મુખ્યમંત્રીએ જાહેર કરેલી નવી પોલિસીમાં સ્થાનિક સપ્લાયર્સના ફાયદાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જે મુજબ પાત્ર સપ્લાયરોને ટેન્ડર ફી અને અર્નેસ્ટ મની ડિપોઝિટ (EMD)માંથી મુક્તિ આપવામાં આવશે.
 
તેમજ ટેન્ડર વિના ખરીદી માટે આ પોલિસી અન્‍વયે રાજ્ય સરકારે જુદી જુદી મર્યાદાઓ નક્કી કરી છે, જેમાં સરકારી સંસ્થાઓ પાસેથી ટેન્ડર વિના રૂ. 15 લાખ સુધીની ખરીદી, સરકારી માલિકીની સંસ્થાઓ અથવા જાહેર ક્ષેત્રના એકમો (પીએસયુ) પાસેથી રૂ. 15 લાખ સુધી ટેન્ડર વિના ખરીદી, સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી રૂ. 5 લાખ સુધીની ટેન્ડર વિના ખરીદી તેમજ સ્ટાર્ટઅપ્સ પાસેથી રૂ. 15 લાખ સુધી ટેન્ડર વિના ખરીદી કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. 

આ ઉપરાંત, BIS એ માન્ય રાખેલા માપદંડો ઉપલબ્ધ છે તેવી વસ્તુઓના પ્રોક્યોરમેન્ટ માટે આ નવી નીતિમાં BIS પ્રોડક્ટ સ્પેસિફિકેશનને અપનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નવી પોલિસી દ્વારા, રાજ્ય સરકારે ગવર્નમેન્ટ-ઈ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ દ્વારા તમામ વસ્તુઓ અને સેવાઓની ખરીદીને પ્રોત્સાહન આપવાની દિશા તય કરી છે.

નવી પોલિસીની મુખ્ય વિશેષતાઓઃ