Site icon Revoi.in

TATની પરીક્ષા આપનાર ઉમેદવારોના ચહેરા પર ખુશી,કહ્યું પેપર પ્રમાણમાં સરળ હતું

Social Share

રાજકોટ : ટેટની પરીક્ષા આપનારા ઉમેદવારોના ચહેરા પર પરીક્ષા બાદ ખુશી જોવા મળી, જે ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા હતા તેઓએ વર્ગખંડની બહાર આવીને મીડિયાને જણાવ્યું કે પરીક્ષા આશા કરતા ઘણી વધારે સહેલી અને સરળ હતી, અને લાગે છે કે જે છોકરાઓ મહેનત કરીને આવ્યા હશે તેઓ ચોક્કસપણે પાસ થઈ જશે. પરીક્ષા માટેનું મેનેજમેન્ટ અને વ્યવસ્થા પણ ખૂબ સારી હતી. જ્યારે અન્ય એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, પેપર ખૂબ જ સરળ હતું અને તમામ વ્યવસ્થાઓ સારી હતી.

એક ઉમેદવારે તો એમ પણ કહ્યું કે ગુજરાત સરકાર પર વિશ્વાસ છે કે, કોઈપણ બહારગામના ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રમાં સમયસર પહોંચી જાય તે માટે શનિવારે મોડી રાત્રે- વહેલી સવારે જ રાજકોટ ખાતે પહોંચી ગયા હતા.પ્રકારના કૌભાંડો અગાઉ થયા છે તેવા કૌભાંડ અને પેપર ફૂટ્યા વિના ટાટની પરીક્ષા પૂરી થાય તેવી જ અપેક્ષા છે.

ગુજરાત સરકાર દ્વારા આજે ટાટની પરીક્ષાનું આયોજન કરાયું હતું. ધોરણ 9 અને 10ના શિક્ષકોની ભરતી માટેની આ પરીક્ષા યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ઉમેદવારો રાજકોટમાં પરીક્ષા આપવા આવ્યા હતા. કુલ 106 બિલ્ડિંગમાં આ પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.