Site icon Revoi.in

આરોગ્ય ક્ષેત્રનું બજેટ બમણું કરીને રૂ. 2 લાખ કરોડથી વધુનું થયું છે: PM મોદી

Social Share

દિલ્લી: દેશમાં કોરોનાવાયરસની મહામારી એવી રીતે આવી કે જેણે દેશના આરોગ્ય તંત્રને હચમચાવીને મુકી દીધુ. દેશમાં કોરોનાના સમયમાં એવી તકલીફ પડી કે સરકારને પણ જાણ થઈ કે દેશમાં આરોગ્ય બજેટને વધારવાની જરૂર છે.

આ બાબત પર કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવ્યા અને આરોગ્ય બજેટને બમણું કરીને બે લાખ કરોડથી પણ વધારે કરી દેવામાં આવ્યું છે.

આરોગ્ય સુવિધાઓને મજબૂત કરવા પર સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે એના પર PMએ ભાર મૂક્યો હતો. ‘પહેલી લહેર’ દરમિયાન આશરે 15000 કરોડ હૅલ્થકેર માટે ફાળવવામાં આવ્યા હતા અને આ વર્ષે, આરોગ્ય ક્ષેત્રનું બજેટ બમણું કરીને રૂ. 2 લાખ કરોડથી વધુનું કરાયું છે. સેવાવંચિત ક્ષેત્રોમાં, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિક્સાવવા માટે ક્રેડિટ ગૅરન્ટી સ્કીમ માટે રૂ. 50,000 કરોડ ફાળવવામાં આવ્યા છે.

નવી એઈમ્સ, મેડિકલ કૉલેજો સ્થાપવામાં આવી રહી છે. 2014માં કુલ છ એઈમ્સ અસ્તિત્વમાં હતી એની સામે 15 એઈમ્સ પરનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. મેડિકલ કૉલેજોની સંખ્યા દોઢ ગણી વધી છે. અંડર ગ્રેજ્યુએટ્સ મેડિકલ બેઠકો દોઢ ગણી અને પીજી બેઠકો 80% સુધી વધી છે એવી માહિતી PMએ આપી હતી.

ડૉક્ટરોના યોગદાનને સ્વીકારતા, PMએ મહામારી દરમિયાન એમના વીરતાભર્યા પ્રયાસોને યાદ કર્યા હતા અને માનવજાતિની સેવામાં જેમણે પોતાની જિંદગી ગુમાવી છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. PMએ કહ્યું હતું કે આપણા વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોએ કોરોના દ્વારા ફેંકવામાં આવેલા તમામ પડકારો માટેના ઉપાયો શોધી કાઢ્યા છે.

જિંદગીઓ ગુમાવવી એ હંમેશા દુ:ખદાયી હોય છે પણ ઘણી જિંદગીઓ બચાવાઇ પણ છે. ઘણી જિંદગીઓ બચાવવા માટેનો યશ મહેનતુ ડૉક્ટરો, આરોગ્ય કાર્યકરો, અગ્રહરોળના કાર્યકરોને જાય છે એમ PMએ કહ્યું હતું.