Site icon Revoi.in

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 1લી ફેબ્રુઆરીએ ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે T-20 મેચ યોજાશે

Social Share

અમદાવાદઃ  શહેરના  નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર  1લી ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 મેચ રમાશે. આ T20મેચનું ઓનલાઇન ટિકિટનું બુકીંગ bookmyshow પર શરૂ કરી દેવામાં આવ્યું છે. 500થી લઇ 10,000 સુધીના ટિકિટના ભાવ નિયત કરાયા છે.  સોમવારથી ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ કરી દેવાયું છે. માત્ર અમદાવાદના જ નહીં પણ બહારગામથી પણ અનેક ક્રિકેટ પ્રમીઓ મેચ નિહાળવા માટે મોદી સ્ટેડિયમ પર આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આગામી તા. 1લી ફેબ્રુઆરીને બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-ટ્વેન્ટી મેચ યોજાશે. મેચની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બન્ને દેશોની ક્રિકેટ ટીમો માટે હોટલો પણ બુક કરી દેવામાં આવી છે. તેમજ ક્રિકેટ મેચ નિહાળવા પ્રેક્ષકો માટે એનલાઈન ટિકિટનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટિકિટનો દર 500 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા નક્કી કરાયો છે. 500, 1000, 2000, 2500, 4000, 6000 તેમજ 10000 રૂપિયાની એક ટિકિટ મળશે. મેદાનની ડાબી અને જમણી બાજુ આવેલા ઉપરના ભાગના K-L અને Q બ્લોકનો ટિકિટનો ભાવ 500 રૂપિયા રહેશે. મેદાનના ચારેતરફ આવેલા B-C-E- F બ્લોકની ટિકિટનો ભાવ 1000 રૂપિયા છે. મેદાનની ચારેતરફ નીચેના ભાગમાં આવેલી રિલાયન્સ D- E બ્લોકની ટિકિટોનો ભાવ 4000 રૂપિયા નક્કી કરાયો છે. અદાણી પેવેલિયન પ્રીમિયમ વેસ્ટ લેફ્ટ અને રાઈટની ટિકિટનો ભાવ 6000 રૂપિયા છે. જયારે અદાણી બેંકવેટ સીટની એક ટિકિટ 10,000 રૂપિયામાં મળશે. મેદાનમાં ઉપરની તરફ આવેલા R અને J બ્લોકનો ટિકિટનો ભાવ 2000 તેમજ 2500 રૂપિયા નક્કી કરાયો છે.

ગુજરાત ક્રિકેટ એસો.ના સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારથી bookmyshowમાં ઓનલાઈન ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે. માત્ર ઓનલાઇન જ ટિકિટ બુક કરી શકાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર ટિકિટનું કોઈપણ ફિઝિકલ વેચાણ કરવામાં આવશે નહીં. Bookmyshow મારફતે ટિકિટ બુક કરી અને ટિકિટ હોમ ડિલિવરી પણ મેળવી શકશે. તેઓએ બુકિંગ ચાર્જ આપવાનો રહેશે. ટિકિટ બુક કરાવનાર વ્યક્તિને ક્યાંથી ટિકિટ મેળવવાની રહેશે તેની જાણ કરવામાં આવશે. 1 લાખથી વધુ કેપેસિટી ધરાવતા આ સૌથી મોટા સ્ટેડિયમમાં મેચ યોજાવા જઈ રહી છે. ત્યારે મોટી સંખ્યામાં લોકોએ મેચ જોવા માટે ટિકિટ બુકિંગ શરૂ કરી દીધું છે. (file photo)