Site icon Revoi.in

ભારતીય વાયુસેના બ્રિટનમાં યોજાનાર બહુપક્ષીય કવાયતનો ભાગ નહી બને – ભારતનો નિર્ણય

Social Share

દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી વિશ્વભરમાં રશિયાની નિંદા થR રહી છે, જો કે બન્ને દેશના આ વોરની અસર અનેક દેશો પર પડી રહી છે,ત્યારે હવે ભારતે પણ રશિયાએ કરેલા યુક્રેન પર હુમલાને કારણે એક નિર્ણય લીધો છે,ભારતે લીધેલા આ નિર્મણ અતંર્ગત  બ્રિટનમાં યોજાનારી કોબ્રા વોરિયર 2022 બહુપક્ષીય કવાયતમાં વાયુસેનાના વિમાન આ હવાઈ અભ્યાસમાં તેનો હીસ્સો બનશે નહી.

ઉલ્લેખનીય છે કે કોબ્રા વોરિયર 2022  કે જે માર્ચની 6 તારીખથી લઈને  27 માર્ચ દરમિયાન બ્રિટનના વેડિંગ્ટનમાં યોજાવા જઈ રહી છે.આ સમગ્ર બાબતને લઈને  ભારતીય વાયુસેનાએ આજરોજ શનિવારે ટ્વિટ કરીને આ નિર્ણયની  અંગેની જાણકારી શેર કરી હતી , જો કે યુક્રેન યુદ્ધ નહોતું થયું તે પહેલા ભારતે વાયુસેનાએ આ સૈન્ય અભ્યાસમાં તેના પાંચ ફાઇટર એરક્રાફ્ટ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો,

આ નિર્ણય અંગે જો કે વાયુસેનાએ એ નથી કહ્યું કે તે કોબ્રા વોરિયર 2022માં શા માટે ભાગ નહીં લે, પરંતુ એવું માનવામાં આવે છે કે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.