Site icon Revoi.in

શિખર ધવનની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પહોંચી

Social Share

કોલંબોઃ શ્રીલંકા સામે આગમી મહિને રમાનારી 3 વન-ડે અને 3 ટી-20 સિરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ કોલંબો પહોંચી ચુકી છે. તેમજ કોવિડ-19ના પ્રોટોકોટ અનુસાર એક અઠવાડિયા માટે ક્વોરન્ટીમાં પ્રવેશ કર્યો છે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન શિખર ધવનની આગેવાનાનીમાં ભારતીય ટીમમાં 20 ખેલાડીઓ તથા પાંચ નેટ બોલરનો સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટ પ્રેમીઓ સિરિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

શ્રીલંકા ક્રિકેટના અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય ટીમ કોલંબો આવી ચુકી છે અને સીધી ક્વોરન્ટીન પીરિયડમાં ચાલી ગઈ છે.

એસએલસીના જણાવ્યા અનુસાર ભારતીય ટીમ તા. 29મી જૂનથી 1 જુલાઈ સુધી હોટલમાં ક્વોરન્ટીન રહેશે. આ બાદ ખેલાડીઓ બેથી 4 જુલાઈ સુધી ક્વોરન્ટાઈનમાં અભ્યાસ કરી શકશે. પાંચમી જુલાઈના રોજ ક્વોરન્ટીનથી બહાર આવશે. જો કે, બાયોબબલની અંદર જ ટીમ રહેશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે તા. 13મી જુલાઈના રોજ પ્રથમ વન-ડે રમાશે. જ્યારે અન્ય બે મેચ તા. 16 અને 18મી જુલાઈના રોજ યોજાશે. આ બાદ તા. 21,23 અને 25મી જુલાઈના રોજ ટી-20 રમશે.

ભારતીય ટીમઃ શિખર ધવન(કેપ્ટન) પૃથ્વી શો, દેવદત્ત પડીકલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઇશાન કિશન( વિકેટ કીપર), સંજૂ સેમસન (વિકેટ કીપર), યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે. ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (ઉપકપ્તાન), દીપક ચહર, નવદીપ સૈની અને ચેતન સકારિયા.

નેટ બોલરઃ ઈશાન પોરેલ, સંદીપ વોરિયર, અર્શદીપસિંહ, સાઈ કિશોર અને સિમરનજીતસિંહ.

(તસવીરઃ BCCI)