Site icon Revoi.in

વર્ષ 2025 માટે ભારતીય અર્થવ્યવસ્થાને લઈ 6.6 ટકાના દરે વૃદ્ધિનું અનુમાન

Social Share

નવી દિલ્હીઃ ભારતીય અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર આવ્યા છે. વિશ્વ બેંકે નાણાંકીય વર્ષ 2025 માટે ભારતીય અર્થવ્યવસ્થાને લઈ 6.6 ટકાના દરે વૃદ્ધિનું અનુમાન વ્યક્ત કર્યુ છે. સામાન્ય રીતે રોકાણમાં વૃદ્ધિને જોતા આમ કરવામાં આવ્યુ હતુ. છેલ્લા 6 માસના દક્ષિણ એશિયા વિકાસ અનુમાનમાં બહુપક્ષીય કરદાતાઓએ નાણાકીય વર્ષ 2024 માટે ભારતના વૃદ્ધિ દરનું અનુમાન 7.5 ટકા કર્યુ હતુ. જે NSO દ્વારા લગાવાયેલ 7.6 ટકા વૃદ્ધિના અનુમાનથી ઓછુ છે.

ભારતમાં સેવા અને ઉદ્યોગમાં વૃદ્ધિ ઝડપથી થવાની આશા છે. તેના કારણે માળખાકીય સવલતો અને રિયલ એસ્ટેટ ગતિવિધિઓને પ્રોત્સાહન મળશે. તો સૌથી મહત્વનું પાસુ એ છે કે મોંઘવારીમાં પણ ઘટાડો જોવા મળશે. જેનાથી નાણાંકીય સ્થિતિ વધુ સારી કરવા માટે નિતિગત નિર્ણયો લેવાનું સરળ બનશે.

મોર્ગન સ્ટેનલીએ નાણાકીય વર્ષ 2025 માટે તેની વૃદ્ધિની આગાહીમાં 30 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. તેના અનુમાન મુજબ આગામી નાણાકીય વર્ષમાં દરેક ક્ષેત્રમાં વૃદ્ધિની અપેક્ષા છે અને શહેરી અને ગ્રામીણ બજારોમાં વપરાશ અને ખાનગી-જાહેર મૂડી રોકાણમાંનો તફાવત ઘટી શકે છે.