Site icon Revoi.in

આ શહેરમાં બે વર્ષના લાંબા ગાળા બાદ જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે

Social Share

કોરોના બાદ હજુ પણ ઘણુ બધુ લાંબા સમય પછી શરૂ કરવામાં આવી રહ્યું છે. આવામાં જો વાત કરવામાં આવે રાજકોટ શહેરની તો ત્યાં કોરોના મહામારી બાદ રાજકોટમાં બે વર્ષના લાંબા ગાળા બાદ ફરી જન્માષ્ટમી લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં સોમવારથી લોકમેળાના સ્ટોલનું વિતરણ શરૂ થશે. લોકમેળાને સુરક્ષિત કરવા માટે રૂ.4 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.

લોકમેળામાં પોલીસ ઉપરાંત 100 ખાનગી સુરક્ષા જવાનોને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તૈનાત કરવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. લોકમેળામાં આવનારા લોકો માટે રેસકોર્સની આસપાસ ત્રણ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

લોકમેળા માટે સિટી બસોની સાથે એસટી દ્વારા ખાસ બસો પણ દોડાવવામાં આવશે. રાજકોટ લોકમેળાને માણવા સૌરાષ્ટ્રભરમાંથી 15 લાખથી વધુ લોકો આવે છે. 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી લોકમેલોનું આયોજન કરવામાં આવશે, જેમાં દરરોજ 3 થી 5 લાખ લોકો મેળાની મજા માણવા આવશે તેવો અંદાજ છે.