Site icon Revoi.in

કેરળ હાઈકોર્ટની ટકોર, જરૂરી હોય તે લોકોને વેક્સિનનો બીજો ડોઝ 84 દિવસ પહેલા આપવા કહ્યું

Social Share

કોરોનાવાયરસના કેસ છેલ્લા કેટલાક દિવસથી વધી રહ્યા છે તો ક્યારેક ઘટી રહ્યા છે. પણ જે રીતે દેશમાં કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે તે ચીંતાનો વિષય છે. દેશમાં જેટલા પણ કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે તેમાંથી મોટા ભાગના કેસ કેરળ રાજ્યમાં નોંધાય છે.

હવે આ બાબતે કેરળ હાઈકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે કે જે લોકો કોવિશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ વર્તમાન સમયમાં સૂચન કરાયેલ 84 દિવસના સમયાંતર અગાઉ બીજો ડોઝ લેવા ઈચ્છતા હોય તો આ માટે પ્રથમ ડોઝ લેવા માટે ચાર સપ્તાહ બાદ કો-વિન પોર્ટલ પર બીજી વેક્સિન માટે સમય મેળવવા મંજૂરી આપવામાં આવે.

સોમવારે હાઈકોર્ટે ત્રણ સપ્ટેમ્બરના આદેશને ટાંકીને જણાવ્યું હતું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની નીતિ પ્રમાણે લોકો પાસે જલદી વેક્સિનેશનનો વિકલ્પ છે, જેને અમલી બનાવવા માટે ખાનગી હોસ્પિટલના માધ્યમથી પણ ચુકવણીના આધાર પર વેક્સિનનું વિતરણ કરવામાં આવી શકે છે. કોર્ટે કહ્યું કે કો-વિન પોર્ટલમાં આવશ્યક જોગવાઈ કરવા માટે જરૂરી જોગવાઈ કરવા આદેશ આપ્યો છે, જેથી લોકો શરૂઆતી પ્રોટોકોલ પ્રમાણે વેક્સિનના ચાર સપ્તાહ બાદ કોવિશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ સમયસર લઈ શકે.

કોરોનાવાયરસના વધતા કેસને લઈને અને કેરળની સ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાં વેક્સિનેશનની પ્રક્રિયાને વધારે તેજ કરવાની જરૂર વર્તાઈ રહી છે. ન્યાયમૂર્તિ પી.બી.સુરેશ કુમારે કહ્યું કે જો કેન્દ્ર અને રાજ્ય સરકારે વિદેશ યાત્રા કરનારા વ્યક્તિઓને કોવિડ-19થી જલદી અને વધારે સારી સુરક્ષા વચ્ચે યોગ્ય પસંદગી કરવાની મંજૂરી આપી શકાય છે, તો આ માટે કોઈ કારણ નથી કે સમાન વિશેષાધિકાર અહીં એવા લોકોને આપી શકાતા નથી કે જેઓ પોતાની રોજગારી અથવા શિક્ષણ અંગે જલ્દીથી સુરક્ષા ઈચ્છે છે.