Site icon Revoi.in

ભારતમાં રેલવેના 34,665 પુલોનું આયુષ્ય 100 વર્ષ કરતા પણ વધારે

Social Share

દિલ્હીઃ દેશમાં ભારતીય રેલવેના લગભગ 34 હજારથી વધારે પુલ 100 વર્ષ કરતા જુના હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં દર વર્ષે બે વખત આ પુલોનું ભારતીય રેલવે દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. પુલની સ્થિતિનું નીરિક્ષણ કરવા માટે સંખ્યાત્મક રેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે.

રેલવે મંત્રી પિયૂષ ગોયલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, 6 વર્ષમાં રેલવેની સુરક્ષામાં સૌથી વધારે ધ્યાન આપ્યું છે. છેલ્લે 22 માર્ચ, 2020ના રોજ રેલવે દુર્ઘટનામાં કોઈનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ છેલ્લા 6 મહિનામાં કોઈ પણ મુસાફરનું દુર્ઘટનામાં મૃત્યુ નથી થયું. પહેલી વખત રેલવે બોર્ડમાં સેફ્ટી ડાયરેક્ટર જનરલની નિયુક્તિ કરવામાં આવી છે. ભારતીય રેલવેના 34,665 પુલોનું આયુષ્ય 100 વર્ષ કરતા પણ વધારે થઈ ગયું છે. સરકાર સમયે-સમયે તેમની વાસ્તવિક સ્થિતિની આકારણી કરે છે અને વર્ષમાં બે વખત તેમનું નીરિક્ષણ કરવામાં આવે છે. ચોમાસુ શરૂ થતા પહેલા અને ચોમાસાની પૂર્ણાહુતિ બાદ તેમનું વિસ્તૃત નીરિક્ષણ કરવામાં આવે છે. હાલ પુલની સ્થિતિનું નીરિક્ષણ કરવા માટે સંખ્યાત્મક રેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે.