Site icon Revoi.in

દરેક વાનગીમાં વધાર તરીકે વપરાતા મીઠા લીમડાના અનેક ઉપયોગો અને તેના ફાયદાઓ

Social Share

સામાનમ્ય રીતે કઢી લીમડો આપણે શાક અને કઢી તથા અનેક વાનગીઓના વધારમાં ઉપયોગ કરીએ છીએ, જો કે કઢી લીમડો એટલે કે મીઠો લીમડો એવી વનસ્પતિ છે કે તેના આર્યુવેદીક ઘણા ઉપયોગો હોય છે, જે વાળની સુંદરતાથી લઈને ચહેરાને સુંદર બનાવવા માટે ઉપયોગી સાબતિ થાય છે, આમ તો લીલા પાન વાળા અનેક શાકભાજીઓ આરોગ્ય માટે ગુણકારી જ હોય છે જેમાં આજે આપણે મીઠા લીમડાના પાનના અનેક ઉપયોગ અને ફાયદાઓ વિશે વાત કરીશું.

મીઠા લીમડાના પાનમાં થોડા પ્રમાણમાં વિટામીન એ, બી, સી અને ઇ સમાયેલા હોય છે.આ સાથે જ લીમડામાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, કોપર જેવા પોષકતત્ત્વો રહેલા હોય છે, જે આપણા આરોગ્ય માટે ફાયદાકારક હોય છે, આ સાથે જ એમિનો એસિડ,નાયસિન, ઓક્સિડેન્ટ્સ જેવા સ્ત્રોત પણ મળી આવે છે.
જાણો કઢી લીમડાના અનેક ઉયપોગ અને ફાયદાઓ