1. Home
  2. ગુજરાતી
  3. દરેક વાનગીમાં વધાર તરીકે વપરાતા મીઠા લીમડાના અનેક ઉપયોગો અને તેના ફાયદાઓ
દરેક વાનગીમાં વધાર તરીકે વપરાતા મીઠા લીમડાના અનેક ઉપયોગો અને તેના ફાયદાઓ

દરેક વાનગીમાં વધાર તરીકે વપરાતા મીઠા લીમડાના અનેક ઉપયોગો અને તેના ફાયદાઓ

0
Social Share
  • મીઠો લીમડો વાળ માટે ઉપયોગી
  • મીઠા લીમડાની પેસ્ટ ત્વચા માટે ફાયદાકારક

સામાનમ્ય રીતે કઢી લીમડો આપણે શાક અને કઢી તથા અનેક વાનગીઓના વધારમાં ઉપયોગ કરીએ છીએ, જો કે કઢી લીમડો એટલે કે મીઠો લીમડો એવી વનસ્પતિ છે કે તેના આર્યુવેદીક ઘણા ઉપયોગો હોય છે, જે વાળની સુંદરતાથી લઈને ચહેરાને સુંદર બનાવવા માટે ઉપયોગી સાબતિ થાય છે, આમ તો લીલા પાન વાળા અનેક શાકભાજીઓ આરોગ્ય માટે ગુણકારી જ હોય છે જેમાં આજે આપણે મીઠા લીમડાના પાનના અનેક ઉપયોગ અને ફાયદાઓ વિશે વાત કરીશું.

મીઠા લીમડાના પાનમાં થોડા પ્રમાણમાં વિટામીન એ, બી, સી અને ઇ સમાયેલા હોય છે.આ સાથે જ લીમડામાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, કોપર જેવા પોષકતત્ત્વો રહેલા હોય છે, જે આપણા આરોગ્ય માટે ફાયદાકારક હોય છે, આ સાથે જ એમિનો એસિડ,નાયસિન, ઓક્સિડેન્ટ્સ જેવા સ્ત્રોત પણ મળી આવે છે.
જાણો કઢી લીમડાના અનેક ઉયપોગ અને ફાયદાઓ

  • મીઠા લીમડામાં રહેલો ગુણ યકૃતને બેક્ટેરિયા-વાઇરસના ઇન્ફેક્શનથી બચાવે છે.
  • વિટામીન-એ ની કમીને લીધે રતાંધળાપણું આવે છે અને આંખોની કાર્યક્ષમતા પર ખરાબ અસર પડે છે.
  • આવી સ્થિતિમાં મીઠા લીમડામાંથી પણ વિટામીન એ મળી રહે છે. જેનાથી રતાંધળાપણું દુર થવામાં મદદ મળે છે.
  • આ સાથે જ મીઠા લીમડામાં રહેલા કાર્બોજોલે એલ્કલોઇડ્સમાં ઝાડાને બંધ કરવાની ક્ષમતા ધરાવે છે.
  • મીઠા લીમડાના પાનનું દરરોજ સેવન કરવાથી ઝાડા ન થવાની તકલીફથી છુટકારો મળે છે.
  • મીઠા લીમડાના પણ ત્વચા માટે ઘણા ફાયદા કારક હોય છે.મીઠા લીમડાના તેલમાં હાજર રહેલા ગુણ બેક્ટેરિયલ ઇન્ફેક્શનને દૂર રાખવામાં મદદ કરે છે.
  • મીઠા લીમડાના પાનની પેસ્ટ મોઢા પર લગાવવાથી પણ ફાયદો થાય છે. મીઠા લીમડાની પેસ્ટથી ખીલની સમસ્યાઓ દૂર થાય છે.
  • મીઠા લીમડાથી ચહેરા પરના કાળા ડાધા દૂર કરવામાં મદદ મળી રહે છે.
  • મીઠા લીમડાના તેલમાં હાજર રહેલા ગુણ બેક્ટેરિયલ ઇન્ફેક્શનને દૂર રાખવામાં મદદ કરે છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code