Site icon Revoi.in

બોટાદમાં પ્રતિદિન 15000 મણ કપાસની આવક સાથે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડંસ પણ આવકથી ઊભરાયાં

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે કપાસનું સારૂએવું ઉત્પાદન થયું છે. ગત વર્ષની તુલનાએ કપાસનું વાવેતર પણ વધારે થયું હતું. અને સમયાંતરે પડેલા વરસાદને કારણે ખરીફ પાકના ઉત્પાદનમાં વધારો થયો છે. જેમાં કપાસનું વધુ થયું છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં કપાસની ધૂમ આવક થઈ રહી છે. જેમાં બોટાદના માર્કેટ યાર્ડમાં રોજ 15000 મણની આવક થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા બોટાદના કોટન યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ ગઈ છે. રોજની અહીંયા 10 થી 15 હજાર મણ કપાસની આવક થઈ રહી છે. ખેડૂતોને હરાજીના ભાવ રૂ.1500થી 2100 સુધી મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં યાર્ડમાં 1 લાખ મણ કપાસની આવક થશે. તેવું વેપારી માની રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં ખેડૂતો મુખ્યત્વે કપાસનું વાવેતર કરતા જોવા મળે છે. ત્યારે સોરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ બોટાદમાં આવેલું છે, જ્યાં સીઝનમાં 1 લાખ મણ કપાસની આવક થતી હોઈ છે અને ખેડૂતો બોટાદ જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી કપાસ વેચવા માટે આવતા હોઇ છે. હાલ છેલ્લા 10 દિવસથી અહીંયા કપાસ વેચવા માટે ખેડૂતો આવી રહ્યા છે. જ્યાં રોજની 10 થી 15 હજાર મણ કપાસની આવક થઈ રહી છે અને હરાજીમાં ખેડૂતો ને રૂ. 1500 થી 2100 સુધીના ભાવ મળી રહ્યા છે. જેને લઈ ખેડૂતો ને સારો ભાવ મળતા આનંદ જોવા મળી રહ્યો છે બીજી તરફ યાર્ડમાં આગામી દિવસોમાં કપાસની મોટી સંખ્યામાં આવક થશે. બોટાદ ઉપરાંત અમરેલીનું બાબરા યાર્ડ, રાજકોટનું બેડી યાર્ડ અને ગોંડલ યાર્ડમાં પણ કપાસના પાકની સારીએવી આવક થઈ રહી છે. અને કપાસના સારા ભાવ મળતા હોવાથી ખેડુતો પણ ખૂશખૂશાલ છે.