Site icon Revoi.in

અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો

Social Share

નવી દિલ્હીઃ વેસ્ટઈન્ડિઝમાં હાલ અંડર 19 ક્રિકેટ વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. ભારતે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને પરાજય આપીને ફાઈનલમાં મેળવ્યો હતો. આજે ભારત અને ઈંગ્લેડ વચ્ચે ફાઈનલમાં મુકાબલો થશે. ભારતીય ટીમના કેપ્ટન યશ ધૂલેની બેટીંગ ઉપર ક્રિકેટ પ્રેમીઓની નજર મંડાયેલી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વેસ્ટઈન્ડિઝમાં રમાઈ રહેલા અંડર 19 ક્રિકેટ વર્લ્ડકપના ફાઈનલ મુકાબલામાં આજે ભારત અને ઈંગ્લેન્ડ આમને-સામને હશે. આ મેચ વેસ્ટ ઈન્ડિઝના નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં સાંજે 6:30 વાગ્યાથી રમાશે. અંડર 19 ક્રિકેટ વર્લ્ડકપના ફાઈનલમાં 24 વર્ષ બાદ ઈંગ્લેન્ડનો પ્રવેશ થયો છે. જ્યારે ભારત 4 વખત વર્લ્ડકપ જીતી ચૂક્યું છે અને પાંચમી વખત ચેમ્પિયન બનવા આજે પ્રયાસ કરશે. ભારતે અગાઉ 2000, 2008, 2012, 2018માં આ ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલ સેમિફાઇનલ મુકાબલામાં ભારતે 96 રનથી શાનદાર જીત નોંધાવી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 290 રન કર્યા હતા. ભારત તરફથી કેપ્ટન યશ ધૂલે શાનદાર 110 રન કર્યા હતા. તો વાઇસ કેપ્ટન શેખ રસીદે 94 રનની ઇનિંગ રમી હતી. આજે અન્ડર 19 ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થવાનો છે. જેની ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.