Site icon Revoi.in

દેશમાં મોબાઇલ ગેમિંગ માર્કેટ 2027ના અંતમાં 8.6 બિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા

Social Share

ભારતમાં મોબાઈલ ગેમ્સનું બજાર સતત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. નોકિયા ફોન્સ પર સ્નેક ગેમ્સના શરૂઆતના દિવસોથી લઈને હાઈ-ડેફિનેશન ગ્રાફિક્સ અને ઇમર્સિવ ગેમપ્લે ઓફર કરતા સ્માર્ટફોનની આગલી પેઢી સુધી મોબાઈલ ગેમિંગ સુધીનો ઘણો લાંબો પ્રવાસ કર્યો છે. જે સૌથી લોકપ્રિય કન્સોલ ગેમ્સને પણ ટક્કર આપે છે. મોબાઈલ ગેમિંગ એ મોબાઈલ ઉપકરણો જેટલી જ વિકસિત થઈ છે.

રિપોર્ટ અનુસાર, કોવિડ-19 રોગચાળા અને તે દરમિયાન લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે, મોબાઇલ ગેમિંગ સેગમેન્ટ ચમક્યું કારણ કે તેણે મનોરંજનની ઈચ્છા રાખનારોની ઇચ્છા પૂરી કરી. ભારતીય મોબાઇલ ગેમિંગ માર્કેટમાં આ સમયગાળા દરમિયાન ભારે તેજી જોવા મળી હતી, જે હજુ પણ આ ક્ષેત્રમાં ચાલુ છે. કોવિડ-19 વેવ દરમિયાન, ગ્રાહકો મોટા પાયે ઓનલાઈન ચેનલો તરફ વળ્યા હતા.

WinZO ગેમ્સના સહ-સ્થાપક પવન નંદાએ જણાવ્યું હતું કે અર્થતંત્રના મહત્ત્વના સ્તંભોને બેંકિંગ અને પેમેન્ટને અપનાવવામાં નોંધપાત્ર વધારો થયો છે જેણે ભારતને ત્રીજા સૌથી મોટા મોબાઈલ ગેમિંગ માર્કેટમાંથી વિશ્વનું સૌથી મોટું ગેમિંગ માર્કેટ બનાવ્યું છે. વિશ્વનો દરેક પાંચમો મોબાઈલ ગેમર ભારત રહે છે. માર્કેટિંગ ફર્મ મોઇન્ગેજના તાજેતરના અહેવાલ મુજબ, દેશમાં મોબાઇલ ગેમિંગ માર્કેટ 2027ના અંત સુધીમાં $8.6 બિલિયન સુધી પહોંચવાની ધારણા છે, સ્માર્ટફોનની ઓછી કિંમતના અને વધુ સસ્તું ડેટા પ્લાનને કારણે લોકો મોબાઈલ ગેમિંગ તરફ વળ્યાં છે.

રિપોર્ટમાં એવો પણ અંદાજ છે કે ભારતીય ગેમિંગ ઉદ્યોગનું વર્તમાન મૂલ્ય $2.6 બિલિયન છે. નંદાએ જણાવ્યું હતું કે, ભારત મોબાઇલ ગેમિંગ માટે નોંધપાત્ર તક રજૂ કરે છે અને 2025 સુધીમાં તે $7 બિલિયનનું બજાર બનવાની ધારણા છે. આ ક્ષેત્રે પાંચ ડેકાકોર્ન (10 બિલિયન ડોલરની સ્ટાર્ટઅપ કંપનીઓ) અને 10 યુનિકોર્ન (1 બિલિયન ડોલરની સ્ટાર્ટઅપ કંપનીઓ)નો ઉદભવ જોવાની અપેક્ષા છે, જે તેમને અન્યોની તુલનામાં વિદેશી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) માટે અત્યંત આકર્ષક બનાવે છે. એક રિપોર્ટ અનુસાર, મહિલાઓ વિડિયો ગેમ્સ રમવામાં સપ્તાહમાં સરેરાશ 11.2 કલાક વિતાવે છે, જ્યારે પુરુષો દર અઠવાડિયે 10.2 કલાક વિતાવે છે. 60 ટકા ગેમર્સ પુરૂષ હતા, જ્યારે 40 ટકા મહિલાઓ હતી.

CMR અનુસાર, છમાંથી લગભગ પાંચ સ્માર્ટફોન યુઝર્સ તણાવ દૂર કરવા (44 ટકા) અને સમય પસાર કરવા (41 ટકા) માટે તેમના સ્માર્ટફોન પર ગેમ રમે છે. ગેમ્સમાં સૌથી વધારે સ્પોટર્સ ગેમ્સ પસંદ કરવામાં આવે છે. જે બાદ એક્શન અને એડવેન્ચર ગેમ્સને લોકો પસંદ કરે છે. ભારતમાં 2022માં મોબાઈલ ગેમર્સની સંખ્યા 174 મિલિયનથી વધુ હતી અને મોબાઈલ ગેમ ડાઉનલોડ કરેલી સંખ્યા 9.3 બિલિયનથી વધુ હતી.